મોરબી તાલુકાના રફાળેશ્વર નજીક આવેલ દરિયાલાલ હોટેલની પાછળના ભાગે આવેલ દરિયાલાલ હોટેલની પાછળ આવેલ ક્રિષ્ના વોલ એન્ડ ગ્લેઝ પ્રાઇવેટ લીમીટેડ નામની ફેક્ટરીમાં કામ ગત 1 એપ્રિલના રોજ વહેલી સવારે તસ્કરો ત્રાટક્યા હતા અને ફેકટરીના પ્રિન્ટીંગ વિભાગની ઓરડીમાં આવી ચઢ્યા હતા અને પ્રિન્ટીંગ પ્રેસમાં રહેલા રૂ 10 લાખની કિમતના 10 જેટકા ઈલેક્ટ્રોનિક કાર્ડની તસ્કરો ચોરી કરી ફરાર થઇ ગયા હતા. બનાવ અંગે ફેકટરીના માલીક મનોજભાઈ ત્રંબકભાઈ ફેફરે તાલુકા પોલીસ મથકમાં ચોરીની ફરિયાદ નોધાવી હતી ફરિયાદ આધારે વી એલ પટેલે વધુ તપાસ હાથ ધરી ફેકટરીમાં લાગેલ સીસીટીવી કેમેરા આધારે આરોપીની શોધખોળ હાથ ધરી છે.

