વિધાર્થીઓને ઉત્તમ અને સ્પર્ધાત્મક શિક્ષણ ઉપલબ્ધ બનાવવાની તક પુરી પાડવા માટે ખાનગી યુનિવર્સિટી સ્થાપવા ઉત્સુક અદાણી ઉધોગ સમૂહની દરખાસ્તને ગુજરાત વિધાનસભાએ ખાનગી યુનિવર્સિટી કાનૂન 2009 હેઠળ સર્વાનુમતે પસાર કરેલ ખાંનગી યુનિવર્સિટીનીં સ્થાપના વિધેયક સાથે મંજૂરી મળે છે. અદાણી શિક્ષણ અને સંશોધન સંસ્થા દ્વારા ખાનગી યુનિવર્સિટીની સ્થાપના માટે રાજય સરકાર ને દરખાસ્ત કરી હતી
અદાણી ફાઉન્ડેશનના અધ્યક્ષ અને અદાણી શિક્ષણ અને સંશોધનના ટ્રસ્ટી ડો.પ્રીતિ .જી.અદાણીએ જણાવ્યું હતું.કે ભારત ઉધોગની જરૂરિયાત અને શિક્ષણ પધ્ધતિ વચ્ચેના કૌશલ્ય શુંન્યવકાશમાં સપડાયું છે.આ સુન્યવકાશ પુરવા માટે પરિવર્તનને સેતુ બનાવી કૌશલ્ય વિકાસ મારફત સક્રિય પગલાં લેવાનો હાલ સમય છે. ત્યારે અદાણી યુનિવર્સિટીમાં એક નમૂના રૂપ મોડેલ ઉભું કરવા નેમ વ્યક્ત કરવામાં આવી છે.જે ઉધોગોની જરૂરિયાત સાથે જોડાયેલ રહે એમ સાચા અને સજ્જ કરી જ્ઞાન,કુશળતા અને યોગ્ય વલણ પ્રદાન કરે તેવા શીખાવ છાત્રોને એક વ્યવસાયિક અને ઉત્તમ નાગરિક બનાવી રાષ્ટ્ર નિર્માણમાંયોગદાન આપતા રહે તેવા સમર્પિત પ્રતિભાવાન સમૂહનું સર્જન કરી યોગ્યતાનો સુન્યવકાશ પુરવાનો પ્રયત્ન કરશે આ અંગે વધુમાં ડો. પ્રીતિ અદાણીએ જણાવ્યું હતું કે અદાણી યુનિવર્સિટીમાં જ્ઞાન આધારીત ઇકો સિસ્ટમ વિશ્વની વાસ્તવિક સમસ્યા જે અસર ઉભી કરે છે.અને તેના પર ધ્યાન કેન્દ્રિત કરી પરિવર્તક સંશોધનને પ્રોત્સાહન આપશે
અદાણી અભ્યાસ અને સંશોધન સંસ્થાની ખાનગી યુનિવર્સિટી સ્થાપવાની તલસ્પર્સી અને સંભાળ પૂર્વક છણાવટ કર્યા બાદ પરિવર્તક યુનિવર્સિટીની સ્થાપનાની અદાણી સમૂહના આયોજન અને સ્વપ્નને સાકાર કરવા ગુજરાતના શિક્ષણ વિભાગની સક્ષમ સમિતિએ ચકાસણી કરી હતી અને ચકાસણીમાં તમામ પાસાઓ યોગ્ય રીતે પૂર્ણ થયા બાદ તેઓની ભલામણ આધારે રાજ્ય સરકારે બહાલી આપી છે.આગામી 2022થી જ શરૂ થશે અભ્યાસ ક્રમ
રાજય સરકારની મંજૂરી બાદ હવે વહેલી તકે અભ્યાસક્રમ શરૂ કરવાનું આયોજન કરાયું છે.

