દેશના અનેક રાજ્યમાં શનિવારે સાંજે 7:43થી 7;50 દરમિયાન આકાશમાં તેજ ચમકતી ચીજ પૃથ્વી તરફ આવી હતી. જેને લોકો પણ નજરે જોઈ શકતા. અચાનક આ ચમકતી ચીજ ના કેટલાક વિસ્તારોમાં 2 થી ત્રણ ટુકડા થતા પણ સ્પષ્ટ જોઇ શકાતા હતા. લોકો આ તેજ લીસોટા જોઇ અલગ અલગ તર્ક લગાવ્યા હતા જોકે કેટલીક ન્યૂઝ ચેનલ ચાઈનીઝ સ્પેશ રોકેટ હોવાનો દાવો કરી મહારાષ્ટ્રમાંથી ધાતુની રિંગ અને કાટમાળ મળ્યો હતો.
શનિવારે રાત્રીના સમયે સમગ્ર ગુજરાત એમપી મહારાષ્ટ્ર સહિત દેશના અનેક રાજ્યમાં તેજ પ્રકાશ સાથે ઉલ્કા પડી રહી હોય તેવા દ્રશ્ય દેખાતા લોકો અચંબિત થઈ ગયા હતા અને અલગ અલગ પ્રકારના તારણો લગાવી રહ્યા હતા.કોઈ તેને ઉલ્કા ગણાવતું હતું તો કોઈ મિસાઈલ એટેક જોકે કેટલીક ન્યૂઝ એજન્સીઓએ આ ચાઈનીઝ રોકેટનો કાટમાળ હોવાનો દાવો કર્યો હતો.ફેબ્રુઆરી મહિનામાં ચાઈના એ લોચ કરેલ રોકેટ તેની પરિભ્રમણ દિશાથી ભટકી ગયું હોય અને પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશી જતા સળગી ઉઠ્યું હતું અને તેનો કેટલોક ભાગ ભારતમાં પડ્યો હોવાનો દાવો કરવામા આવી રહ્યો છે. શનિવારે મોડી રાત્રે મહારાષ્ટ્રના ચંદ્રપુરમાંથી ધાતુની ખૂબ મોટી સાઈઝની રિંગ સહિતનો કેટલોક કાટમાળ પણ મળી આવ્યો હતો. જેની હાલ તપાસ કરવામાં આવી રહી છે.

