દ્વારકામાં રહેતા બંગાળના સોની કારીદરે જુદી જુદી પેઢીઓ ઉપરાંત એક વ્યક્તિ પાસેથી રોકડ સહિત રૂપિયા 41.94 લાખની કિંમતનું 798 ગ્રામ સોનુ, દાગીના લઈને ફરાર થઈ ગયો છે. આ અંગે પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

દ્વારકામાં મંદીર ચોક નજીક રહેતા અને ક્રિષ્ના જવેલર્સ નામની દુકાન ધરાવતા વેપારી કૌશિકભાઈ રમેશચંદ્ર ઘઘડા તથા સાહેદો જવેલર્સના વેપાર ધંધા સાથે સંકળાયેલા છે.જેઓ સાથે આરોપી આજીમ હાફિઝ મુલ્લાહ નામના પ.બંગાલના હમીરપુર ગામનો વતની શખ્સને સોનાના દાગીના બનાવવાનું કામ કરતો હતો. ફરિયાદી કૌશિકભાઈ તથા સાહેદો ઘણા લાંબા સમયથી આરોપી આજીમ પાસે દાગીનાનું ઘડતર કામ કરાવી દાગીના બનાવડાવતા હોય તેમજ એકબીજાના લાંબા સમયના પરિચયના કારણે ભરોસો તથા વિશ્વાસ રાખી અવારનવાર સોનાના દાગીના બનાવવા આપતા હતા.

જેથી ફરિયાદી કૌશિકભાઈ તથા સાહેદોએ કોઈ લખાણ વગર ભરોસો રાખી આરોપી આજીમને સોનાના તૈયાર દાગીના વેચાણ તથા બનાવવા માટે સોનુ મળી કુલ 798.885 ગ્રામ સોનાના દાગીના તથા સોનુ મળી કુલ રૂ.41,94,146 તથા સાહેદ કેશુભા માપભાના રોકડા રૂ.45000 પરત ના આપી રફુચક્કર થઈ ગયાનો બનાવ બહાર આવ્યો છે. વેપારી કૌશિકભાઈ તથા અન્ય વેપારીઓ સાથે વિશ્વાસઘાત તથા છેતરપીંડી કરવા અંગેના મામલે દ્વારકા પોલીસે કૌશિકભાઈની ફરિયાદ પરથી આરોપી આજીમ મુલ્લાહ વિરુદ્ધ ગુન્હો નોંધી શોધખોળ સાથે વધુ તપાસ હાથ ધરી છે.

