રાજ્ય સરકાર દ્વારા રાજ્યની અલગ અલગ સરકારી કચેરીમાં ફરજ બજાવતા કર્મચારીઓને નિવૃત્તિ બાદ મળતા લાભ મુદે એક 2005માં નિર્ણય લેવામાં આવ્યો હતો અને અને નવી પેન્શન સ્કીમ લાગુ કરવામાં આવી હતી જોકે આ પેન્શન સ્કીમ લાગુ થયા બાદથી તેનો વિરોધ થતો આવ્યો છે રાજ્ય સરકારના અલગ અલગ વિભાગના કર્મચારીઓ દર વર્ષે 1 એપ્રીલના દિવસને બ્લેક ડે તરીકે જાહેર કરી કાળી પટ્ટી બાંધી ફરજ બજાવે છે સાથે સરકારના આ નિર્ણયનો વિરોધ કરી ફરી નવી પેન્શન સ્કીમ લાગુ કરવાની માંગણી કરી રહ્યા છે ત્યારે આજે મોરબી જિલ્લામાં ગુજરાત રાજ્ય સંયુક્ત મોરચા ,ગુજરાત રાજ્ય પંચાયત સેવા કર્મચારી મહા મંડળ સહિતની આગેવાનીમાં આજે જિલ્લા પંચાયત કચેરી તેમજ અલગ અલગ તાલુકા પંચાયત કચેરી ખાતે કર્મચારીઓ દ્વારા 2 મિનીટનું મોંન પાડવામાં આવ્યું હતું અને આવેદનપત્ર આપી તેમજ સુત્રોચ્ચાર કરવામાં આવ્યો હતો.તેમજ નવી પેન્શન સ્કીમ લાગુ કરવા માંગણી કરવામાં આવી

આ ઉપરાંત મોરબીમાં ડીસ્ટ્રીકટ કોર્ટમાં ફરજ બજાવતા કર્મચારીઓ દ્વારા પણ 2005થી લાગુ કરેલ પેન્શન સ્કીમના બદલે જૂની પેન્શન સ્કીમ લાગુ કરવાની માંગણી કરી હતી અને આ માંગણીને લઇ આજે ડીસ્ટ્રીકટ કોર્ટના પરિસર બહાર 1 એપ્રિલને કાળા દિવસ તરીકે ઉજવણી કરી નવી પેન્સન સ્કીમનો વિરોધ કર્યો હતો.

