HomeGujaratખેલ મહાકુંભમાં ઓપન ટેનિસ ટુર્નામેન્ટમાં ટંકારા નાયબ મામલતદારે અવ્વલ નંબર મેળવ્યો.

ખેલ મહાકુંભમાં ઓપન ટેનિસ ટુર્નામેન્ટમાં ટંકારા નાયબ મામલતદારે અવ્વલ નંબર મેળવ્યો.

રાજ્યમાં રમત ગમતને પ્રોત્સાહન આપવા રાજ્ય સરકાર દ્વારા ખેલ મહાકુંભ નું આયોજન કરવામાં આવે છે. આ ખેલ મહાકુંભ અંતર્ગત રાજ્યના રમતવીરો માટે પ્લેટફોર્મ પુરૂ પાડી તાલુકા જીલ્લા અને રાજ્ય કક્ષા સુધી તેની આવડત ઉજાગર કરવાનો મોકો મળે છે. ત્યારે ટંકારા મામલતદાર કચેરી ખાતે રેવન્યુ વિભાગના ડેપ્યુટી મેજિસ્ટ્રેટ મિતેષ પટેલે ઓપન ટેનિસ ટૂર્નામેંટમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું હતું.

જ્યારે બીજા ક્રમે હળવદના રાજેશ રૂપાલા અને ત્રીજા ક્રમે ધનાળાના શિક્ષક રમેશભાઈ સૌલંકી રહ્યા હતા આ ત્રણે રમતવીરો આગામી દિવસોમાં રાજ્ય કક્ષાની સ્પર્ધામાં ભાગ લેવા માટે જશે. અત્રે ઉલ્લેખનીય છે કે વહિવટી તંત્ર અને કર્મચારીઓએ કામકાજ હોવા છતાં પોતાના શોખને જીવંત રાખ્યો અને રમત ગમતની સ્પર્ધામા સારો દેખાવ કરી ટંકારા તથા મામલતદાર કચેરીનું ગૌરવ વધાર્યું છે જો આવા રમતવીરો માટે સરકાર યોગ્ય વાતાવરણ ઉભુ કરે તો શુ નો કરી શકે એનો દાખલો ઉભો કર્યો છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,610SubscribersSubscribe

TRENDING NOW