HomeGujaratમોરબી-હળવદ રોડ પર દુકાનમાં જુગાર રમતા ત્રણ શખ્સો ઝડપાયા

મોરબી-હળવદ રોડ પર દુકાનમાં જુગાર રમતા ત્રણ શખ્સો ઝડપાયા

મોરબી-હળવદ રોડ પર આવેલા સિરામિક એમ્પાયર કોમ્પ્લેક્ષની એક દુકાનમાં જુગાર રમાઈ રહ્યો હોવાની બાતમીના આધારે મોરબી સિટી બી-ડિવિઝન પોલીસની સર્વેલન્સ ટીમે દરોડો પાડ્યો હતો.

પેટ્રોલિંગ દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે પોલીસે કોમ્પ્લેક્ષની દુકાન નં. 305માં તપાસ હાથ ધરી હતી. જ્યાંથી દુકાનના કબ્જેદાર કેવલભાઈ ધર્મેન્દ્રભાઈ કાલરીયા સહિત કુલ ત્રણ શખ્સોને જુગાર રમતા ઝડપી પાડવામાં આવ્યા હતા.

પોલીસે સ્થળ પરથી રોકડ રૂ. 25,100નો મુદ્દામાલ કબજે કર્યો હતો. ઝડપાયેલા અન્ય આરોપીઓમાં મેહુલભાઈ ધનસુખભાઈ વામજા અને સુધીરભાઈ હર્ષદભાઈ બાવરવાનો સમાવેશ થાય છે.

આ મામલે મોરબી સિટી બી-ડિવિઝન પોલીસ મથક ખાતે જુગારધારા હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે અને પોલીસે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,600SubscribersSubscribe

TRENDING NOW