HomeNationalમાત્ર 'કાશ્મીર ફાઈલ્સ' જ નહીં ગુજરાત ફાઈલ્સ અંગે પણ વાત થવી જોઈએઃ...

માત્ર ‘કાશ્મીર ફાઈલ્સ’ જ નહીં ગુજરાત ફાઈલ્સ અંગે પણ વાત થવી જોઈએઃ સુશીલકુમાર શિંદે

શુક્રવારે કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી સુશીલકુમાર શિંદેએ કહ્યું કે ગુજરાત રમખાણો પર એક પત્રકાર દ્વારા લખાયેલ પુસ્તકને ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ જેટલી પ્રસિદ્ધિ આપવી જોઈએ. શિંદેએ આ મુદ્દે વડાપ્રધાન અને ભારતીય જનતા પાર્ટીના અન્ય નેતાઓ પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે તેણે વિવેક અગ્નિહોત્રી તરફથી લખેલી અને દિગ્દર્શિત ફિલ્મ જોઈ નથી. “મેં ફિલ્મ ધ કાશ્મીર ફાઇલ્સ જોઈ નથી. પરંતુ ઘણા લોકો તેના વિશે વાત કરી રહ્યા છે. પરંતુ કાશ્મીર ફાઇલ્સ પહેલાં, પત્રકાર રાણા અયુબનું પુસ્તક ગુજરાત ફાઇલ્સ એનાટોમી ઑફ કવર-અપ પણ છે.

શિંદેએ મહરાષ્ટ્રના સોલાપુરમાં પત્રકારોને કહ્યું, “વડાપ્રધાન અને અન્ય લોકો ‘ધ કાશ્મીર ફાઈલ્સ’ નો પ્રચાર કરી રહ્યા છે, તેઓએ ધ ગુજરાત ફાઈલ્સ વિશે પણ વાત કરવી જોઈએ.” કોંગ્રેસ નેતાએ કહ્યું કે કોઈપણ વિકાસને વિકૃત કરવું ખોટું છે. તેમણે કહ્યું કે આ રીતે લોકોની ભાવનાઓને ભડકાવવાનો પ્રયાસ ભાજપની જૂની રણનીતિ છે. તેમણે એવું પણ ઉમેર્યું કે, ઝૂંપડપટ્ટીના ફૂટબોલ ખેલાડીઓને દર્શાવતી ફિલ્મ ‘ઝૂંડ’ અને વંચિત શહેરી પરીવેશમાં સામાજિક ઉદ્ધારના રૂપે આની ભૂમિક અલગ છે. બીજી બાજું સમાજવાદી પાર્ટીના સાંસદ એસ.ટી.હસને વિરોધ કરતા કહ્યું હતું કે, ફિલ્મથી બે વર્ગો વચ્ચે વિશ્વાસનો અભાવ જોવા મળી શકે છે. એ ફિલ્મથી સમાજમાં નફરત ફેલાઈ રહી છે. નારેબાજી થઈ રહી છે. એકબીજાની બોચી પકડવામાં આવી રહી છે. કાશ્મીર ફાઈલ્સ પર પ્રતિબંધ મૂકી દેવા સુધીની માંગ કરવામાં આવી રહી છે. આ ફિલ્મમાં કોઈ પ્રકારની વાસ્તવિકતા જોવા મળી નથી. સિનેમાહોલમાં જ ઘણા લોકો બાખડી પડ્.યા છે. તેથી આ ફિલ્મ પર પ્રતિબંધ મૂકી દેવો જોઈએ. જો કાશ્મીર ફાઈલ્સ પર પ્રતિબંધ જાહેર કરવામાં નહીં આવે તો પછી દેશમાં થયેલા તમામ રમખાણો પર ફિલ્મ બનવા લાગશે. ગુજરાત ફાઈલ્સ, મુરાદાબાદ ફાઈલ્સ, ભાગલપુર ફાઈલ્સ જેવી ફિલ્મો બનવા લાગશે.

કાશ્મીરી પંડિતો પ્રત્યેનું અમારૂ દૂઃખ હજું પણ છે. તેઓ પોતાના જ દેશમાં રેફ્યૂજી થઈ ગયા હતા. પણ એ વાતને આટલી હાઈલાઈટ્સ કરવી એ આપણી ગંગા નદીને જળમુળમાંથી તોડવાનું કામ કરી રહી છે. નફરતને વેગ આપે છે. આજે કાશ્મીર ફાઈલ્સને મંજૂરી આપી દેવામાં આવી, કાલે કોઈ મુરાદાબાદ ઉપર પણ આવી શકે છે. ગુજરાત ઉપર પણ બની શકે છે. અમદાવાદ અને ભાગપુર ઉપર પણ રમખાણને લઈને ફિલ્મો બની શકે છે. આખરે આવી શ્રેણી ક્યારે શરૂ થશે. બે વર્ગો વચ્ચે નફરતનું ઝેર રેડાઈ ગયું તો હિન્દુસ્તાનનું શું થશે. સરકાર પાસે મારી એવી માંગ છે કે, કાશ્મીરના પંડિતોને ટૂંક જ સમયમાં પુનઃ સ્થાપિત કરી દેવામાં આવે. ટૂંક જ સમયમાં એમને એના ઘરે પહોંચાડવામાં આવે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,300SubscribersSubscribe

TRENDING NOW