HomeGujaratઆમ આદમી પાર્ટીના 3000થી વધારે કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા, AAPમાં મોટું ભંગાણ

આમ આદમી પાર્ટીના 3000થી વધારે કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા, AAPમાં મોટું ભંગાણ

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલા રાજકારણ ગરમાયું છે. કોંગ્રેસના ધારાસભ્યો અને કાર્યકર્તાઓ બાદ હવે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ ભાજપમાં જોડાઈ ગયા છે. જેના કારણે આમ આદમી પાર્ટી ગુજરાતમાં ભંગાણ પડ્યું છે. આ મામલે પ્રદેશ સંગઠન મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલાએ નિવેદન આપ્યું છે. વાધેલાએ કહ્યું કે, ભાજપને તોડવાની તાકાત કરતી એ પાર્ટીના 11 જિલ્લાના આમ આદમી પાર્ટીના કાર્યકર્તાની ગેરસમજ દૂર થઈ ચૂકી છે.

ગુજરાતની ધરતી આવા લોકોનું કોઈ રીતે સ્વાગત ન કરે. આમ આદમી પાર્ટીમાંથી 3000 થી વધુ લોકો ભાજપમાં જોડાયા છે. જેની શક્તિનો ઉપયોગ રાજ્યના વિકાસમાં કરાશે. વર્ષ 2013થી ભારત વિરોધી તાકાત વધારવાનો પ્રયાસ કરાયો છે. ગેરમાર્ગે દોરીને જુદા જુદા પ્રયોગ અજમાવીને આવું થઈ રહ્યું છે. આ તમામ લોકો પોતે ખોટી પાર્ટીમાં હતા એ ભૂલ એમને સમજાઈ ગઈ છે. પોતાના દીકરાના સોગંદ ખાઈને રાજનીતિમાં ન આવવાની વાત કરતા હતા. આજે જે કાર્યકર્તાઓ આવ્યા છે એમના માટે તે એવું કહેશે કે, એમને સસ્પેન્ડ કરી દેવાયા છે. સીધી કે પરોક્ષ રીતે કામ કરનારા લોકોને હવે હેતું સમજાઈ ગયો છે. આ ટોપીએ મહાત્મા ગાંધીની ઓળખ છે. હવે એક પક્ષમાંથી બીજા પક્ષમાં જોડાવાની રાજનીતિ શરૂ થઈ છે. ત્યારે ‘આપ’ ના નારાજ 3000થી વધુ કાર્યકર્તાઓએ આજે ભાજપ પ્રદેશ કાર્યાલયે કાર્યકર્તાઓ આપ પાર્ટીની ટોપી ઉતારીને ભાજપની નિશાની સાથે ભાજપમાં જોડાયા છે. પણ ખાસ વાત એ છે કે, આ કાર્યક્રમમાં પ્રદેશ પ્રમુખ પાટીલ આવે એ પહેલા કાર્યકર્તાઓએ કેસર ટોપી પહેરી લીધી હતી.

કાર્યકર્તાઓ એવું કહે છે કે, જ્યારે ટિકિટની વાત કરવામાં આવી ત્યારે પાર્ટીએ પક્ષમાંથી કાઢી મૂકવાની વાત કહી દીધી. એટલે આમ આદમી પાર્ટી કાઢે એ પહેલા આમ આદમી પાર્ટી છોડીને ભાજપમાં જોડાઈ ગયા. મહત્ત્વની વાત એ છે કે, આમ આદમી પાર્ટી સુપ્રીમો અરવિંદ કેજરીવાલ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. એ પહેલા જ પાર્ટીમાં ભંગાણ થયું છે. ગુજરાતમાં કેજરીવાલ રોડ શૉ કરવાના છે. વિધાનસભાની ચૂંટણી પહેલા આપ તૂટે છે કે વધારે મજબુત થાય છે એ સમય આવ્યે જાણવા મળશે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW