HomeGujaratમોરબીના મચ્છુ-3 ડેમમાંથી 24 માર્ચે 2330 કયુસેક પાણી નદીમાં છોડાશે,48 કલાકમાં...

મોરબીના મચ્છુ-3 ડેમમાંથી 24 માર્ચે 2330 કયુસેક પાણી નદીમાં છોડાશે,48 કલાકમાં ડેમ ખાલી કરી દેવાશે.

મોરબી રાજકોટ ફોર લેન હાઈવેની કામગીરી અંતર્ગત મોરબી કંડલા બાયપાસ રોડ પર આવેલ મચ્છુ નદી પર નવો બ્રીજ મંજુર થયેલ હોય અને આ બ્રીજનું કામ શરુ કરવાનું હોય જોકે મોરબી શહેરથી નજીક જુના સાદુળકા ગામ પાસે આવેલ મચ્છુ ૩ ડેમમાં 278 એમસીએફટી જેટલું પાણી ભરાયેલ છે. જે પાણી આ સ્થળ પર ભરાયેલ હોવાથી કામગીરી શરુ થઈ શકી નહતી આ બાબતે સિંચાઈ વિભાગ દ્વારા રાજ્ય સરકારમાં પાણી છોડવા મંજુરી માગી હતી જે અંગે રાજ્ય સરકાર દ્વારા ડેમ ડેડ સ્ટોક જેટલો જથ્થા સિવાયના બાકીનું પાણી છોડવા મંજુરી આપવામાં આવતા આગામી 24 માર્ચના રોજ મચ્છુ ૩ ડેમમાંથી આગામી 24 માર્ચના સવારે 9 વાગ્યે ડેમના 20 દરવાજા પૈકી 5 દરવાજા અડધો ફૂટ ખોલવામાં આવશે 2330 કયુસેક પાણી છોડવામાં આવશે.અને 48 દરમિયાન કુલ 256 એમસીએફટી પાણી નદીમાં વહેવડાવી દેવાશે.

જેથી યોજના બાંધકામ પેટા વિભાગના નાયબ કાર્યપાલક ઈજનેર દ્વારા મચ્છુ 3 ડેમના નીચાણ વિસ્તારમાં આવતા મોરબી તાલુકાના ગોર ખીજડીયા ,વનાળીયા,,માનસર,નારણકા,નવા સાદુડકા,જુના સાદુડકા,રવાપર નદી ગુંગણ જુના અને નવા નાગડાવાસ અમરનગર,બહાદુરગઢ, સોખડા, લક્ષ્મીનગર,અમરેલી અને ધરમપુર સહિત 16 ગામ તેમજ માળિયા તાલુકાના દેરાળા,મેઘપર, નવાગામ,રાસંગપર વીર વદરકા,માળિયા મી શહેર,હરીપર તેમજ ફતેપર સહિતના 8 ગામ મળી કુલ 24 ગામના લોકોને એલર્ટ કરવામાં આવ્યા છે અને પાણી છોડ્યાના 48 કલાક સુધી નદીના પટમાં અવર જવર ન કરવા સુચના આપવામાં આવી છે.
24 ગામના લોકોને ઉનાળુ પાક માટે સિંચાઈનું પાણી મળી રહેશે
મચ્છુ ૩ ડેમમાં પાણી છોડવામાં આવતા આમચ્છુ નદી પર આવેલ 10 જેટલા નાના મોટા ચેકડેમમાં પાણી ભરાશે તેમજ નદીમાં પણ પાણીનો જથ્થો આવતા ખેડૂતોને સિંચાઈ માટે પાણી મળી રહેશે જેના કારણે આગામી ઉનાળુ સીઝન દરમીયાન આ 24 ગામના ખેડૂતોની સિંચાઈનો પ્રશ્ન હલ થાય તેવી આશા સેવાઈ રહી છે.જોકે બીજી તરફખેડૂતો આક્ષેપ કરી રહ્યા છે કે આ ડેમમાં આજથી 4 મહિના પહેલા પાણી છોડવા માગણી કરી હતી પણ જે તે વખતે આ પાણી ન છોડવામાં આવતા હવે પાણી છોડવાનો કોઈ અર્થ રહેશે નહી તમામ પાણી વેડફાઈ જશે અને નાના રણમાં ભરાઈ જશે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW