HomeGujaratમોરબીમાં મિત્રો વચ્ચે સામાન્ય બાબતે ઝઘડા બાદ છરીથી હુમલો,સામસામી ફરિયાદ

મોરબીમાં મિત્રો વચ્ચે સામાન્ય બાબતે ઝઘડા બાદ છરીથી હુમલો,સામસામી ફરિયાદ

મોરબીના લાતી પ્લોટ વિસ્તારમાં રહેતા ઈરફાન યાસીન કટીયા નામના યુવાનને સાહિલ રફીકભાઈ સેડાત નામના મિત્ર સાથે મજાક મશકરી કરતા હતા દરમિયાન સાહિલે ઈરફાનને ગાળો દેતા ગાળો ન બોલવા ઈરફાને ના પાડતા ઝઘડો થયો હતો અને તેની સાથે મારા મારી કરી સાહિલે ઈરફાનને છરીના ઘા ઝીકી દેતા ગંભીર હાલતમાં હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યો હતો.બનાવ અંગે યુવાને એ ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી હતી તો સામેપક્ષે સાહિલ રફીક સેડાતે પણ ઈરફાન યાસીન કાટિયા અને રિયાઝ રમજાન સોઢાએ ફરિયાદ નોધાવી હતી જેમાં જણાવ્યું હતું કે સાહિલ અને ઈરફાન મિત્ર હોય સાહિલ બાઈક લઈને વાવડી રોડ તરફ જતો હતો તે વખતે તેને ઉભા રહેવાનું કહેતા સાહિલ ઉભો રહ્યો નહતો જેનો ખાર રાખી ઈરફાન અને રિયાઝે ઝઘડો કરી ઈરફાનના માથાના ભાગે છરીના બે ઘા ઝીકી દીધા હતા આ અંગે તે એ ડીવીઝન પોલીસે બન્ને પક્ષની ફરિયાદ નોધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,670SubscribersSubscribe

TRENDING NOW