HomeGujaratભાજપ નેતા મનસુખ વસાવાને ચૂંટણીમાં પાડી દેવા કોણ વાત કરે છે, તેમણે...

ભાજપ નેતા મનસુખ વસાવાને ચૂંટણીમાં પાડી દેવા કોણ વાત કરે છે, તેમણે જ કર્યો ખુલાસો

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવતા તમામ નેતાઓ રાતોરાત સક્રિય થઈ ગયા છે. કોઈને પોતાની ખુરશીનો ડર છે તો કોઈને એક મોટો આત્મવિશ્વાસ છે. એવામાં હવે ભાજપના મોટા કહેવાતા નેતા મનસુખ વસાવાનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું હતું કે, આદિવાસીઓનું જીવન વન સંપત્તિ સાથે જોડાયેલું છે. એટલે વન સંપત્તિને પણ બચાવવાની જરૂર છે. એટલે ફોરેસ્ટના અધિકારી અને વૉચમેન. વૉચમેનનું કહીએ એટલે તેઓ એવું કહે કે, ચૂંટણીમાં આ વખતે મનસુખભાઈને પાડી દઈશું. એટલે તમે પાડી દેજો કંઈ વાંધો નથી.

હું રાજનીતિમાં છું કોઈ વોટ મેળવવા માટે નહીં. સમાજ જીવનના ઘણા કામ કરવા માટે રાજનીતિમાં છું. મારો સિદ્ધાંત છે હું સત્ય માટે લડું છું. પ્રજા માટે લડું છું. પ્રજાની સુખાકારીર માટે કામ કરૂ છું. સત્ય એ જ પરમેશ્વર. સાચી વાતને લઈને ચાલશો તો ભગવાન તમને મદદ કરશે. પાડવાળા તો ઘણા જતા રહ્યા છે. વર્ષ 1995થી સતત હું જીતતો આવ્યો છું. રાજ્ય સરકારમાં પણ મંત્રી હતો અને ભારત સરકારમાં પણ મંત્રી હતો. મંત્રી પદની મને કોઈ ઈચ્છા નથી. મારે એક સાંસદ તરીકે આદિવાસીઓના હક માટે, આદિવાસીના અધિકાર માટે, માણસ માનવ જાતિના ઉત્થાન માટે, માણસનું કેમ કરીને કલ્યાણ થાય, માણસનું કેવી રીતે ભલું થાય એ હેતુંથી હું મારૂં કામ કરૂ છું. મુલ્યવાન પાર્ટી છે તો મુલ્ય તો જાળવવા પડે ને? આપણી સરકાર પારદર્શકતાની વાતો કરે છે. તો પારદર્શક વહીવટ બતાવવો પડે ને? અન્યથા પહેલાની સરકાર અને હાલની સરકારમાં કોઈ તફાવત રહેવાનો? તફાવત બતાવવો પડશે. એ વખતે અધિકારી ભ્રષ્ટ ન હતા. એના નેતાઓ ભ્રષ્ટ હતા. એના કારણે અધિકારીઓને મજબુર થવું પડતું હતું.

આજને નેતાઓ પોતાની છબી બદલે. આખા ગુજરાતની વાત કરૂ છું. દરેક નેતા એની છબી બદલે. ભૂતકાળના નેતાઓમાં અને વડાપ્રધાન મોદીની સરકારના નેતામાં આસમાન જમીનનો ફેર છે. જેમ જેમ વિધાનસભાની ચૂંટણી ગુજરાતમાં નજીક આવી રહી છે. એમ નેતાઓના વિવિધ જુદા જુદા નિવેદનો સામે આવી રહ્યા છે. દરેક નેતાઓ હવે બને એટલા પ્રજાની નજીક જવા માટે જુદા જુદા વિષયનો સહારો લઈ રહ્યા છે. એકબીજા પર આરોપ પ્રત્યારોપ પણ કરી રહ્યા છે. જોકે, થોડા સમય પહેલા મનસુખ વસાવાનો આક્રમક અંદાજ રજૂ કરતો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. જેમાં તેઓ ક્લેક્ટર કચેરીના અધિકારીઓને ધમકાવી રહ્યા હતા. જ્યાં મામલો રેતી ચોરીના ડમ્પરનો રહ્યો હતો.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,300SubscribersSubscribe

TRENDING NOW