HomeGujaratCentral Gujaratદુનિયાના સૌથી મોટા ઉમિયા મંદિરની જમીન વિવાદમાં, ટ્રસ્ટીઓએ કર્યો આવો બચાવ

દુનિયાના સૌથી મોટા ઉમિયા મંદિરની જમીન વિવાદમાં, ટ્રસ્ટીઓએ કર્યો આવો બચાવ

મહાનગર અમદાવાદના જાશપુરમાં તૈયાર થઈ રહેલા દુનિયાના સૌથી મોટા મંદિર ઉમિયાધામ મંદિરની જમીન વિવાદમાં અટવાઈ ગઈ છે. વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન પાટીદાર સમાજ તરફથી ઉમિયા માતાજીનું મંદિર તૈયાર થાય એ પહેલા જ એની જમીન વિવાદમાં ફસાઈ ચૂકી છે. જેમાં મૂળ અમેરિકામાં રહેતા બાબુ પટેલે વૈષ્ણોદેવી જાશપુર ખાતે આવેલી જમીન વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનને વેચી દીધી હતી. જેમાં જમીનના વેચાણ હેતું જે સોદો થયો હતો એ પૈકીમાંથી એક કેટલીક રકમ જમીન માલિક બાબુ પટેલને હજું ચૂકવવાની બાકી છે.

જોકે, મૂળ માલિક બાબુ પટેલે જમીનનો કબજો સોંપી દીધો હતો. આ જમીન પર ખાત મૂહુર્ત સહિતના કાર્યક્રમ પણ યોજાઈ ગયા છે. જમીનના માલિક બાબુ પટેલે હવે પોતાના બાકી લેણા નીકળતા પૈસાની ઉઘરાણી શરૂ કરી દીધી છે. પણ ટ્રસ્ટના સંચાલકોએ બહાના કાઢ્યા છે અને પૈસા ચૂકવ્યા નથી. સુત્રાોમાંથી મળતી વિગત અનુસાર ટ્રસ્ટના કેટલાક આગેવાનો હવે પછી બાબુ પટેલને એના બાકી નીકળતા પૈસા ન આપવા માટેનું મન બનાવ્યું છે. જેના ભાગરૂપે એક એક જાણીતા અને વગધારી IPS અધિકારીનો પણ સંપર્ક કરવામાં આવ્યો હતો. પછી બાબુ પટેલને ધમકાવવામાં આવ્યા હતા. હવે પછી કોઈ પ્રકારના પૈસા નહીં મળે એવી ચોખવટ કરી દેવામાં આવી છે. આ ઉપરાંત બાબુ પટેલ પર દબાણ ઊભું કરીને એક જમીનનો દસ્તાવેજ પણ તૈયાર કરી દેવામાં આવ્યો છે. આ ઉપરાંત રાજકોટના બિલ્ડર આપઘાત કેસમાં ફાઉન્ડેશન ઉપ પ્રમુખ દીપક પટેલનું નામ પણ સામે આવ્યું છે. બાબુ પટેલ પર દબાણ ઊભું કરવામાં દીપક પટેલની ભૂમિકા સામે આવી હોવાનું પણ જાણવા મળ્યું છે. જોકે, નવાઈની વાતએ છે કે, જાહેરમાં બાબુ પટેલનું સન્માન કરીને પછી મામલે થાળે પાડી દેવામાં આવ્યો છે.

ખોડલધામ મંદિર તૈયાર થયા બાદ ઉમિયા માતાનું દુનિયાનું સૌથી મોટું મંદિર તૈયાર કરવા માટે પાટીદાર સમાજ તરફથી એક નિર્ણય કરાયો હતો. આ માટે અમદાવાદના વૈષ્ણોદેવી મંદિર પાસે આવેલા જાશપુરમાં એક જગ્યા નક્કી કરવામાં આવી હતી. જોકે, આ મામલો એટલો બહાર ન આવતા માત્ર જમીન વિવાદ અને કેટલાક નામ સામે આવ્યા છે. જોવાનું એ રહે છે કે, મંદિર તૈયાર થયા બાદ મૂળ માલિક બાબુ પટેલ શું અને કેવી પ્રતિક્રિયા આપે છે. જાણવા એવું પણ મળ્યું છે કે, આ જમીન પર મંદિર માટેની પ્રાથમિક કામગીરી પણ શરૂ થઈ ચૂકી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,310SubscribersSubscribe

TRENDING NOW