HomeGujaratCentral Gujaratરાજ્યમાં વરસશે 16 આની વરસાદ, વરતારાને લઈને ખેડૂતોમાં આનંદ

રાજ્યમાં વરસશે 16 આની વરસાદ, વરતારાને લઈને ખેડૂતોમાં આનંદ

રાજ્યમાં રંગપર્વની ઉજવણી કરવામાં આવી રહી છે. હોલિકાદહનના દિવસે હોળીની જ્વાળાઓ ઉપરથી આગામી વર્ષે કેટલો વરસાદ વરસશે તેનો વરતારો આપવામાં આવતો હોય છે. ત્યારે આ વર્ષે હોળીના પ્રાગટ્ય સમયે ઈશાન અને પૂર્વ તરફ વાયુનો ઝોંક રહ્યો હતો. તેનાથી આ વર્ષે રાજ્યમાં 16 આની વરસાદનો વરતારો કરાયો છે.

હોળીની જ્વાળાનો ધૂમાડો કઇ દિશામાં જાય છે તેના પરથી ખગોળીય રીતે આગામી ચોમાસું કેવું રહેશે તેનો અંદાજ કાઢવામાં આવે છે. આ વખતે હોળીના પ્રાગટય વખતે ઈશાન અને પૂર્વ તરફ વાયુનો ઝોંક હતો. જે એકંદરે વરસાદ પૂરતા પ્રમાણમાં વરસે તેવું સૂચવે છે. આ વરતારો ખેડૂતો માટે રાહત અપાવનારો છે. આ અંગે જ્યોતિષીના જણાવ્યા પ્રમાણે ખેડૂતો માટે આગામી વર્ષ આશા-ઉમંગને વધારવાવાળું બને તેવા હોળીના પ્રદોષના કાળના વાયુના સંકોતો જણાય છે. ક્યારેક ડમરી આકારે વમળ સર્જી ઉપર જતો પવન પ્રાકૃતિક આપદા, માનવસર્જીત યુદ્ધ જેવી મુશ્કેલીઓનું એંધાણ પણ સૂચવે છે.

હોળાષ્ટકની સમાપ્તિ થતાં હવે લગ્ન આદિ માંગલિક કાર્યો થઇ શકશે. જોકે, માર્ચ મહિનામાં લગ્ન માટે એકપણ શુભ મુહૂર્ત નથી. ૧૭ એપ્રિલ મહિનાથી લગ્ન માટેના મુહૂર્તનો પ્રારંભ થાય છે. એપ્રિલ મહિનામાં ૮, મે મહિનામાં ૧૫, જૂન મહિનામાં ૧૬ અને જુલાઇ મહિનામાં ૭ મુહૂર્ત છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW