મોરબી શહેરની નવયુગ કિડ્સ અને નવયુગ પ્રિસ્કૂલ ઍન્યુઅલ ફંક્શન બ્લૂમિંગ બર્ડનું શનિવારના રોજ યોજાયું હતું. જેમાં નાના નાના ભૂલકાઓએ એક થી એક ચડિયાતી કૃતિઓ રજુ કરી હતી. સાથે સાથે પેરેન્ટ્સ અને ગ્રાન્ડ પેરેન્ટ્સએ પણ અકલ્પનિય પર્ફોમન્સ આપી સૌને મંત્ર મુગ્ધ કરી દીધા હતા. તેમજ ટૂંક સમયમાં લોન્ચ થઈ રહેલી સૌરાષ્ટ્રની સૌથી વિશાળ નવયુગ ઇન્ટરનેશનલ પ્રિ સ્કૂલનો ધમાકેદાર વોક થ્રુ વિડિઓ જોઈ હાજર રહેલ તમામ પેરેન્ટ્સ તેમજ મહેમાનો અભિભુત થયા હતા અને સ્ટાર ઓફ ધ યર, અચીવર્ષ ઓફ ધ યર જેવા અનેક વિવિધ એવોર્ડ થી બાળકોને સન્માનિત કરાયા હતા આ કાર્યક્રમમાં નવયુગના દરેક સ્ટાફને પેરેન્ટ્સ દ્વારા સરપ્રાઈઝ સન્માનિત કરાયા હતા.

આ કાર્યક્રમમાં મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઈ દેથરિયા, મોરબી નગરપાલિકાના પ્રમુખ કુસુમબેન પરમાર ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સુરેશભાઈ દેસાઈ, નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનના પ્રમુખ પી. ડી. કાંજીયા તેમજ વિશાળ વાલીઓ ઉપસ્થિત રહી કાર્યક્રમનો આનંદ માણ્યો હતો.આ કાર્યક્રમને સફળ બનાવવા પ્રિન્સિપાલ ડૉ. મંજુબેન પારેચા, વાઇસ પ્રિન્સિપાલ રશ્મિ જોશી, પિન્કી પારવાણી તેમજ તમામ ટીચર્સ એ જહેમત ઉઠાવી હતી

