HomeGujaratCentral Gujaratદારૂની પરમિટ લેનારા કોરોનાકાળમાં વધ્યા, 33% પરમીટ એકલા અ'વાદમાં

દારૂની પરમિટ લેનારા કોરોનાકાળમાં વધ્યા, 33% પરમીટ એકલા અ’વાદમાં

આમ તો ગુજરાત રાજ્યમાં દારૂબંધી છે. પણ સમયાંતરે જે રીતે દારૂનો સ્ટોક ઝડપાય છે એના પરથી એવું કહી શકાય કે, દિવસે દિવસે પીનારાઓની સંખ્યા વધી રહી છે. ગુજરાત રાજ્યમાં હાલમાં કુલ 39334 લોકો પાસે હેલ્થ પરમિટ છે. જે અંતર્ગત આરોગ્યની જાળવણી માટે ભારતીય બનાવટનો દારૂ સાથે રાખવા કે ઉપયોગ કરવાની મંજૂરી મળે છે. સૌથી વધારે હેલ્થ પરમિટ અમદાવાદમાં છે. જેની સંખ્યા 13034 છે.

એ પછી સુરત જિલ્લામાં 8054 લોકો પાસે હેલ્થ પરમિટ છે. જ્યારે બાપુની જન્મભૂમિ પોરબંદરમાં 1989 લોકો આ પરમિટ ધરાવે છે. જ્યારે ડાંગ જિલ્લામાં માત્ર એક જ વ્યક્તિ પાસે આ પરમીટ છે. 33 ટકા પરમિટવાળા એકલા અમદાવાદમાં છે. જ્યારે 70 ટકા હેલ્થ પરમિટ મુખ્ય ચાર જિલ્લાઓમાં છે અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ. ગુજરાત રાજ્યમાં 5547 મુલાકાતી, 3729 પ્રવાસી પરમિટ ઈસ્યુ થયેલી છે. લોકોની વધી રહેલી આવક અને મોટાભાગના જિલ્લાઓમં એરિયા મેડિકલ બોર્ડ હોવાને કારણે પરમિટ ધારકોની સંખ્યા વધી રહી છે. ખાસ વાત તો એ છે કે, કોરોનાકાળમાં પરમિટ લેનારાની સંખ્યામાં 16000નો વધારો થયો છે. સરકાર તરફથી પરમિટની મંજૂરી પહેલા તબીબી સારવાર ચેકાસણી માટે એરિયા મેડિકલ બોર્ડની રચના કરવામાં આવી છે. રાજ્યમાં અત્યારે કુલ 26 એરિયા મેડિકલ બોર્ડ કાર્યરત છે. વર્ષ 2016માં આ એરિયા બોર્ડની સંખ્યા ઘટાડીને 6 કરી દેવામાં આવી હતી. મુલાકાતી પરમિટ રાજ્યની મુલાકાત માટે રાજ્યની બહારથી આવતા લોકો માટે હોય છે. જ્યારે પ્રવાસી પરમિટ વિદેશી નાગરિકોને મળે છે.

જ્યારે એમની મુલાકાત પૂરી થાય છે ત્યારે આ પરમિટ પણ પૂરી થઈ જાય છે. સૌથી વધારે હેલ્થ પરમિટ ધરાવતા જિલ્લામાં મહાનગરના જિલ્લાને બાદ કરતા નવસારીનો ક્રમ પહેલો આવે છે. ત્યાર બાદ ગોધરા 134, પાટણ 127, સાબરકાંઠા 105, અમરેલી 103, દાહોદ 85, તાપી 52, નર્મદા 40 લોકો પાસે પરમિટ છે. સ્વાસ્થ્ય પરમિટ નિયમ 64 હેઠળ ગુજરાત રાજ્યમાં વસતિ વ્યક્તિઓને પોતાનું આરોગ્ય જાળવવા ભારતીય બનાવટનો વિદેશી દારૂ રાખવા અને વાપરવા પરમિટ મળે છે. ગુજરાતની બહારથી આવતા લોકો અને વિદેશથી ગુજરાતમાં આવતા લોકોને આ પરમિટ મળી રહે છે. આ સિવાય રાજ્યમાં વસવાટ કરતા સંરક્ષણ દળના નિવૃત સભ્યો, વિદેશી વ્યક્તિઓ, એક મહિના માટે આવતા વિદેશી નાગરિકોને આ પરમિટ અપાય છે. જેઓ જે તે મંજૂરી અપાયેલી હોટેલમાંથી લીકર ખરીદી શકે છે, પી શકે છે.

હેલ્થ પરમિટ માટે ઉંમર 40થી વધારે હોવી જોઈએ. આ ઉપરાંત મહિનાની 25000થી વધારેની આવક હોવી જોઈએ. આ ઉપરાંત જે તે સારવાર અંગેના આધાર પુરાવા જોઈએ. મેડિકલ એરિયા બોર્ડ અને તબીબની સહી બાદ જ પરમિટ માટે પ્રક્રિયા થાય છે. 40થી 50 વર્ષ વયજૂથમાં દર મહિને 3 યુનિટ, 50થી 65 વર્ષ વયજૂથમાં દર મહિને ચાર યુનિટ અને 65 વર્ષથી વધારે ઉંમર હોય તો મહિને યુનિટ મળતું રહે છે. પણ આ માટે તેમને એક માન્ય વેન્ડર્સ પાસેથી લેવાનું હોય છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,290SubscribersSubscribe

TRENDING NOW