HomeGujaratઘરનું ઘર લેવું હવે નહીં પોસાય, નવા પ્રોજેક્ટમાં 20%નો ભાવ વધારો

ઘરનું ઘર લેવું હવે નહીં પોસાય, નવા પ્રોજેક્ટમાં 20%નો ભાવ વધારો

ઘર બનાવવા માટે ઉપયોગી સિમેન્ટ અને સ્ટીલ જેવી મહત્વની સામગ્રીમાં થઈ રહેલા ભાવ વધારાની અસર ઘર લેનારા પર થવાની છે. જેના પગલે રિયલ એસ્ટેટમાં પણ નવા બાંધકામની કિંમત સતત વધી રહી છે. આ તમામ મુદ્દાઓને ધ્યાને લઈને અમદાવાદના બિલ્ડર્સ એપ્રિલ મહિનાથી રજીસ્ટર્ડ થનારા નવા પ્રોજેક્ટમાં 18થી 20 ટકાનો ભાવ વધારો કરવા વિચારણા કરી રહ્યા છે. આ સ્થિતિમાં સૌથી વધુ અસર એફોર્ડેબલ હાઉસિંગ સેક્ટરને થશે.

ક્રેડાઈ અમદાવાદ-ગાઈહેડના પ્રમુખ તેજસ જોશી જણાવ્યું કે, છેલ્લા એક દોઢ વર્ષથી સ્ટીલ અને સિમેન્ટના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. એક ધારા ભાવવધારાની અસર થઈ રહી છે. અત્યાર સુધી તેની સામે બિલ્ડરોએ પ્રોપર્ટીના ભાવ વધાર્યા નથી. ટોટલ પ્રોજેક્ટની કિમતમાં 30% જેવો શેર આ બંને સામગ્રીના હોય છે. તેથી અમારે પણ કોસ્ટમાં વધારો કરવાની ફરજ પડી છે. અત્યાર સુધી અમે ગ્રાહકો પર આ બંને સામગ્રીનો બોજો આવવા નથી દીધો. પણ હવે એપ્રિલ મહિના બાદ જે કોઈ પ્રોજેક્ટ શરૂ થશે એમાં 18થી 20 ટકાનો ભાવ વધારો કરવાની હાલ વિચારણા છે. પણ લાગુ કરાશે કે નહીં એ હજુ સુધી નક્કી નથી.

પોલિસી લેવલે બદલાવથી ગ્રાહકો પર ભારણ વધશે એ હાલ નક્કી મનાય રહ્યું છે. વાઈસ પ્રેસિડેન્ટ ધ્રુવ પટેલે કહ્યું કે, સરકારની ટેક્સને લગતી પોલિસીમાં બદલાવ આવ્યો છે. જેથી રિયલ એસ્ટેટમાં બિલ્ડર્સને મળતી રાહતમાં અસર થઈ શકે છે. ક્રેડાઈ નેશનલે આ અંગે સરકારને પણ રજૂઆત કરી છે. ડેવલપર્સને મળતી રાહતો ઘર ખરીદતા ગ્રાહકોને પાસ કરવામાં આવતી અત્યાર સુધી એવું થતું હતું. ખાસ કરીને એફોર્ડેબલ સેગમેન્ટમાં આ મુદ્દાની સ્પષ્ટ અસર જોવા મળી શકે છે.

અમને હાલમાં તો એવી આશા છે કે બિલ્ડરોને મળતી રાહતોને સરકાર આગળના સમયમાં પણ ચાલુ રાખશે. જોઇન્ટ સેક્રેટરી વિરલ શાહે ડ કે, અલ્ટરનેટ મિનિમમ ટેક્સ AMT જે યોજના તા.31 માર્ચે ખતમ થઈ રહી છે. આ યોજનાને લંબાવવા માટે કેન્દ્ર સરકાર હજુ સુધી કોઈ પ્રકારની ચોખવટ કરી નથી. થોડા સમય પહેલા જ જે પ્રોજેક્ટ નોંધાયા હશે એને જ હવે આ યોજનાનો લાભ મળી રહેશે. આવા અત્યારે અમદાવાદ શહેરમાં કુલ 120 પ્રોજેક્ટ છે. જેમાંથી 40ને લીલી ઝંડી મળી ગઈ છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW