ભરૂચના સાંસદ દ્વારા કર્મચારી સામે ગેરવર્તુણક કરી હતી જેના સમગ્ર ગુજરાતમાં વિરોધ કરવામાં આવ્યો છે. ત્યારે હળવદ મામલતદાર કચેરીમાં મહેસુલી વિભાગના કર્મચારીઓએ અનોખો વિરોધ દર્શાવ્યો હતો જેમાં આજે કચેરીના પટાંગણમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ ગેરવર્તુણાક ગુજરાત સરકારના અધિકારી અને કર્મચારી કરી હતી જેમાં અધિકારીઓએ ગંભીરતાથી લીધી હતી અને તેમના આ વર્તન પર કાયદેસરની કાર્યવાહી થાય તેવી મામલતદાર એસોસિયેશન, મહેસૂલી કર્મચારી મહામંડળ અને રેવેન્યુ તલાટી મંડળની માંગ છે આ બાબતે કોઈ કાર્યવાહી ન થતાં એસોસિયેશનના આહ્વાનથી તમામ અધિકારીઓએ ગઈકાલે કાળીપટ્ટી ધારણ કરી વિરોધ દર્શાવ્યો હતો જેમાં આજે હળવદ મામલતદાર કચેરીના તમામ કર્મચારીઓ મામલતદાર સાથે માસ સીએલ મૂકી સમર્થન અને વિરોધ દર્શાવ્યો હતો આજે કચેરીના પટાંગણમાં મામલતદાર એન.એસ.ભાટી,તમામ નાયબ મામલતદાર સાથે તમામ સ્ટાફ દ્વારા વૃક્ષારોપણ કરી અનોખો વિરોધ દર્શાવ્યો હતો.

