ગુજરાતમાં રાજ્યમાં ગરમીની શરૂઆત થઈ ગઈ છે. દિવસે દિવસે મહાનગરનું તાપમાન વધી રહ્યું છે. એવામાં હવામાન વિભાગે ફરી વરસાદ પડવાની આગાગી વ્યક્ત કરી છે. જેના કારણે ખેડૂતોની ચિંતામાં એકાએક વધારો થયો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર તા. 7મી માર્ચે દક્ષિણ ગુજકાતના ઘણા બધા વિસ્તારમાં વરસાદ પડી શકે છે. રવિવાર સુધીમાં ગરમીનો પારો બેથી ત્રણ ડિગ્રી પૂરી શક્યતાઓ છે.
તા. 15મી માર્ચ સુધીમાં ગરમીનો પારો 40ને પાર થાય તે ગરમી માણસને અકડાવી દેશે. ગુજરાતીઓને એક તરફ ધગધગતી ગરમીનો સામનો કરવો પડી શકે તો વરસાદે ખેડૂતની ચિંતામાં વધારો થયો છે. તા.7મી માર્ચે દક્ષિણ ગુજરાતના ડાંગ, તાપી અને નર્મદા સહિતના જિલ્લાઓમાં થોડો વરસાદ થઈ શકે છે. આ દરમિયાન રાજ્યના અન્ય ભાગોમાં ઠંડો પવન ફરી શિયાળાની યાદ અપાવશે. ભરઉનાળે હવામાન પલટાશે. જોકે, આ દિવસો શરૂ થતા ગરમી ઘટી શકે છે. શિયાળું માહોલ ફરી જોવા મળશે. હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહીના પગલે શિયાળુ પાકને નુક્સાન થવાના એંધાણ છે. તેથી ખેડૂતોની ચિંતા વધી છે. અમદાવાદમાં ગુરૂવારે મહત્તમ અને લઘુતમ તાપમાન 1 ડિગ્રી ઘટતા થોડી રાહત અનુભવાઈ છે. પરંતુ, વહેલી સવારે ઠંડી શરૂ થયા બાદ ગરમીનો પારો દિવસે દિવસે વધી રહ્યો હતો.

ગુરૂવારે અમદાવાદ શહેરનું મહત્તમ તાપમાન 35.0 અને લઘુતમ તાપમાન 18.2 ડિગ્રી રેકોર્ડ થયું છે. આગામી 24 કલાક ગરમીથી રહી શકે છે. સૌરાષ્ટ્ર પંથકમાં દિવસે ઠંડી વર્તાય છે. સવારના સમયે ઠંડક વર્તાતા શિયાળું માહોલ જોવા મળે છે. તા. 5 માર્ચથી ગરમીનો પારો વધીને 38 ડિગ્રી અને લઘુતમ તાપમાન 21 ડિગ્રીની આસપાસ રહે એવી શકયતાઓ છે. ઉત્તરથી ઉત્તર-પૂર્વના પવનોને કારણે રાજ્યના અનેક શહેરોમાં ગરમીનો પારો 35 ડિગ્રીથી વધુ નોંધાયો હતો. પરંતુ, ગુરુવારે પવનની દિશા બદલાતા તાપમાન નીચું આવ્યું હતુ. આ વર્ષે શિયાળામાં પણ અનેકવાર માવઠું થતા રાજ્યના વાતાવરણમાં પલટો આવ્યો હતો. પણ હવે ફરીથી વરસાદના એંધાણ ઊભા થતા કેરીના પાક પર જોખમ ઊભું થયું છે. શિયાળા બાદ ઉનાળામાં પણ માવઠાની વકી છે. શિયાળામાં વરસાદ પડ્યો હતો જેના કારણે જીરૂ અને કપાસના પાકને પણ મોટું નુકસાન થયું હતું. જોકે, ગરમીની સીઝન શરૂ થતા પહેલા માર્ચ મહિનામાં વરસાદ પડતા એકાએક ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે,. કારણ કે હાલમાં ગરમીની સીઝન શરૂ થવામાં છે.

