મોરબીમાં ગરીબ કલ્યાણ મેળામાં ખાસ હાજરી આપવા માટે આવેલા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગરીબ કલ્યાણ મેળામાં વિકાસ વિદ્યાલયને 27 સીટની બસ અર્પણ કરી છે. નવરચના સ્ટોનના મલિક રાધે ઠક્કર તરફથી વિકાસ વિદ્યાલયની 45 બાળકીઓને શાળાએ આવવા જવા માટે બસની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી. ત્યારે ઉદ્યોગપતિની આ સેવા ખરા અર્થ માં ઉત્કૃષ્ટ બની છે.




