યુક્રેન-રશિયા વચ્ચે ચાલી રહેલા યુદ્ધની સ્થિતિ વચ્ચે જે વિદ્યાર્થીઓ કે લોકો ખાસ કરીને ગુજરાતીઓ ત્યાં ફસાયા છે એમને સુરક્ષિત પાછા લાવવા માટે વડાપ્રધાન મોદી તથા કેન્દ્ર સરકારને સાંસદ વિનોદ ચાવડાએ આ વિદ્યાર્થીઓ તથા લોકોની માહિતી ભારતીય દૂતાવાસ અને વિદેશ મંત્રાલયને આપી છે. યુક્રેનની વિકટ સ્થિતિમાં ગુજરાત જુદા જુદા શહેરના વિદ્યાર્થીઓ યુક્રેનમાં ફસાયા છે. કચ્છ ગુજરાતના વિદ્યાર્થીઓના વાલીઓ પાસેથી એમના એડ્રેસ અને નામ જેવી વિગત ભેગી કરીને વિનોદ ચાવડાએ ભારત સરકારના વિદેશ મંત્રાલયને આપી છે.
આ ઉપરાંત ફોન તથા ઈમેઈલથી જાણ કરીને વિદ્યાર્થીઓને પરત લાવવા અપીલ કરી છે. કેન્દ્ર સરકાર ફસાયેલા વિદ્યાર્થીઓને સુરક્ષિત પરત લાવવા કટિબદ્ધ હોવાનું જણાવ્યું છે. તેમજ ભારતીય લોકોની સુરક્ષા માટે વડાપ્રધાન મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ સાથે સતત સંપર્કમાં છે. ઈન્ડિયા એમ્બેસી ખૂબ ગંભીરતાથી ભારતીયોની સલામતી સુરક્ષા હેતું પગલાં લઈ રહી છે. એવું સાસંદ વિનોદ ચાવડાનું કહેવું છે.

