HomeGujaratગરીબીમાંથી બહાર લાવવાં ગરીબ કલ્યાણ મેળાઓ નરેન્દ્રભાઈની દુરદર્શિતાનું પરિણામ સી.એમ. પટેલ

ગરીબીમાંથી બહાર લાવવાં ગરીબ કલ્યાણ મેળાઓ નરેન્દ્રભાઈની દુરદર્શિતાનું પરિણામ સી.એમ. પટેલ

મોરબીના માર્કેટિંગ યાર્ડ ખાતે આજે રાજ્ય કક્ષાનો ગરીબ કલ્યાણ મેળો યોજાયો હતો.જેમાં સીએમ સીએમ ભુપેન્દ્ર પટેલે હાજરી આપી હતી અને ગરીબ પરિવારને સાધન સહાય વિતરણ કર્યું હતું બાદમાં તેઓએ જણાવ્યુ હતું કે ગરીબ અને વંચિતને ગરીબીના અભિશાપમાંથી બહાર લાવી સ્વમાનભેર જીવન નિર્વાહનું સફળ માધ્યમ રાજય સરકાર બન્યું છે.મુખ્યમંત્રીએ આ સંદર્ભમાં કહ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ ગરીબ, વંચિત, જરૂરતમંદ લોકોને તેમના હક્કના લાભ – સહાય પહોંચાડવા2009-10 થી આ ગરીબ ક્લ્યાણ મેળાનો નવતર અભિગમ અપનાવામાં આવ્યો છે. 

અત્યાર સુધીમાં 11 તબક્કાના 1530 જેટલા ગરીબ ક્લ્યાણ મેળાઓથી 1કરોડ 47 લાખ લોકોને 26 હજાર કરોડ ઉપરાંતના સહાય-લાભો સરકારે આપ્યા છે તેમ પણ તેમણે ઉમેર્યું હતું. મોરબીમાં યોજાયેલા આ ગરીબ ક્લ્યાણ મેળા અંતર્ગત 1721 લાભાર્થીઓને રૂ. 3.40 કરોડના લાભસહાય અર્પણ કરવામાં આવ્યા હતા. ભૂપેન્દ્ર પટેલએ એમ પણ જણાવ્યું કે, ગરીબ ક્લ્યાણ મેળામાં અપાતી સાધન-સામગ્રી ગુણવત્તા યુકત હોય તે પણ રાજય સરકારે સુનિશ્ચિત કર્યું છે.


       મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે ઉમેર્યું હતું કે, દેશના નાગરિકોને કોરોના વિરોધી રસીના 175 કરોડ ડોઝનું રસીકરણ એ આત્મનિર્ભર ભારતનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. ગુજરાતમાં પણ 10 કરોડ ડોઝનું રસીકરણ થયું છે જેનાથી આપણે ત્રીજી લહેરનો સામનો સફળતાપૂર્વક કરી શક્યા છીએ.  


મુખ્યમંત્રીએ  રાજ્ય સરકારની અગમચેતીનો ઉલ્લેખ કરતાં જણાવ્યું હતું કે ગુજરાત રાજ્યમાં કલાઇમેટ ચેન્જનો અલગ વિભાગ ઊભો કરીને રાજ્ય સરકારે દૂરંદેશિતા પ્રસ્થાપિત કરી છે. રાજ્ય સરકારે ઘણા ક્ષેત્રમાં નવી પહેલ કરીને આપણા રાજ્યને આત્મનિર્ભરતા પ્રાપ્ત કરવા તરફ અગ્રેસર કર્યુ છે, ત્યારે રાજ્યના નાગરિકોની સહભાગિતા રાજ્યના વિકાસનો અગત્યનું પરિબળ પૂરવાર થશે તેવી અપેક્ષા મુખ્યમંત્રીએ ઉચ્ચારી હતી.પંચાયત રાજ્યમંત્રી બ્રિજેશભાઇ મેરજાએ જણાવ્યું હતું કે સંઘ ભાવનાથી કામ કરી રહેલી રાજ્ય સરકાર ગરીબોના કલ્યાણ માટે મેળાઓ યોજી રહી છે. જેના દૂરગામી પરિણામો હવે પછીની પેઢીને  સાપડશે અને ગુજરાત વિકાસના પથ પર અગ્રેસર બનશે તેવો આશાવાદ મંત્રી મેરજાએ વ્યક્ત કર્યો હતો.જિલ્લા પ્રભારી મંત્રી દેવાભાઈ માલમે  પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યું હતું કે સત્તા નહીં, પરંતુ સેવાને વરેલી રાજ્ય સરકારના પ્રયાસોથી છેવાડાના માનવીઓ સુધી રાજ્ય સરકારની લોક કલ્યાણલક્ષી યોજનાઓના લાભો પહોંચડી શકાયા છે તે માટે ગરીબ કલ્યાણ મેળા અગત્યનું માધ્યમ પુરવાર થયા છ

આ કાર્યક્રમમાં  સંસદ સભ્ય પૂનમબેન માડમ તથા મોહનભાઈ કુંડારીયા, ધારાસભ્ય પરસોત્તમભાઈ સાબરીયા, જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી દુર્લભજીભાઇ દેથરીયાપંચાયત વિભાગના અધિક મુખ્ય સચિવ વિપુલ મિત્રા, રેન્જ આઇ.જી. સંદીપકુમાર,  જિલ્લા વિકાસ અધિકારી પરાગ ભગદેવ, નિવાસી અધિક કલેકટર એન.કે. મુછાર, ડી.આર.ડી.એ.ના નિયામક મીતાબેન જોશી પ્રાંત અધિકારીને ડી.એ. ઝાલા, નાયબ જિલ્લા વિકાસ અધિકારી ઈલાબેન ગોહિલ તેમજ મોટી સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,600SubscribersSubscribe

TRENDING NOW