HomeGujaratભરતીમાં ભ્રષ્ટાચારઃ RMCમાં જુનિયર ક્લાર્કની પરીક્ષામાં 27ની નિયમથી વિરૂદ્ધ શરતી નિમણૂંક

ભરતીમાં ભ્રષ્ટાચારઃ RMCમાં જુનિયર ક્લાર્કની પરીક્ષામાં 27ની નિયમથી વિરૂદ્ધ શરતી નિમણૂંક

ગુજરાત રાજ્યમાં ફરી એકવખત સરકારી ભરતીમાં વિવાદ સામે આવ્યો છે. આમ આદમી પાર્ટીના નેતા યુવરાજસિંહે આ દાવો કર્યો છે. રાજકોટ મહાનગર પાલિકાની 122 જુનિયર ક્લાર્કની ભરતીમાં ભ્રષ્ટાચાર થયો હોવાનો તેમણે આક્ષેપ કર્યો છે. તેમણે એવું પણ કહ્યું હતું કે, રાજકોટ મહાનગર પાલિકાની જુનિયર ક્લાર્કની પરીક્ષામાં 27 લોકોને નિયમથી વિરૂદ્ધમાં જઈ નિમણૂંક આપી દેવાઈ છે. 122 વિદ્યાર્થીઓએ આ CPTની પરીક્ષા પાસ કરી છે કે કેમ એનો કોઈ પ્રકારનો ઉલ્લેખ નથી.

આ મુદ્દે રાજકોટના મેયર પ્રદીપ ડવ અને કોર્પોરેશન કમિશનર અમિત અરોરાએ આ વિષયનો લુલો બચાવ કરતા કહ્યું કે, CPTની પરીક્ષા માટે હાજર થનારા ઉમેદવારને છ મહિનાનો સમય આપવામાં આવ્યો હતો. આમ આદમી પાર્ટીના નેતા યુવરાજસિંહે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરતા કહ્યું કે, RMCમાં CPT પરીક્ષાનું આયોજન કર્યા બાદ આ પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું જ નથી. તેમ છતાં કુલ 27 લોકો એવા છે જેને નિયમના વિરોધમાં જઈને નિમણૂંક કરી દેવામાં આવી છે. આમ આદમી પાર્ટીના નેતા યુવરાજસિંહે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરતા લખ્યું હતું કે, રાજકોટ મહાનગ પાલિકામાં CPT પરીક્ષાનું આયોજન કર્યા બાદ CPT પરીક્ષાનું પરિણામ જાહેર કરાયું નથી. તેમ છતાં કુલ 27 લોકો એવા છે જેમને CPTની પરીક્ષા આપી નથી અથવા તો CPTમાં પાસ જ થયા નથી . આવા લોકોને શરતી નિમણુક આપી દેવામાં આવી છે. 6 મહિનામાં CPT પાસ કરવાની મુદત આપી દેવામાં આવી છે. જે ભરતીના નિયમોથી તદ્દન વિરુદ્ધ છે. જો લેખીત પરીક્ષા પર જ મેરીટ બનાવુ હતું તો CPT કેમ લેવામાં આવી? તંત્રએ આપેલી આ જાહેરાતમાં સ્પષ્ટ લખવામાં આવ્યું છે કે CPT પાસ કરશે, એ જ આગળની પ્રોસેસ માટે યોગ્ય હશે. તો શરતી નિમણૂંક કેમ? CPT ની પરીક્ષાનું કેમ પરિણામ જાહેર કરવામાં નથી આવ્યું ? CPT પરિણામ જાહેર કર્યા વગર નિમણૂંક કેવી રીતે આપવામાં આવી શકે? શું એવી તો જરૂરિયાત પડી કે રાતોરાત સરકારી ભરતીનાં નિયમો બદલી નાંખવામાં આવ્યા.

આ મામલે વિવાદ થતા ફાઈનલ ઓર્ડરની એક યાદીમાં તાત્કાલિક સુધારો કરી દેવામાં આવ્યો હતો. જેમાં મુખ્ય પરીક્ષા અને CPTની પરીક્ષામાં પાસ હોય એવા અરજદારોનો સમાવેશ કરી દેવામાં આવ્યો છે. આ પહેલા ગઈકાલે કેટલાક અરજદારોએ મેયર અને કમિશનરને મળીને રજૂઆત પણ કરી હતી. હાલમાં જે ઉમેદવારે પરીક્ષા પાસ કરી એમને જ ઓર્ડર દેવાયા છે. જોકે, આ મામલો સામે આવ્યા બાદ ફરી એકવખત સરકારી ભરતીમાં વિવાદનો મુદ્દો તાજો થયો છે. આ પહેલા પેપર ફૂટવાની ઘટના અને અંદર ખાને વહીવટના મુદ્દાઓ સામે આવી ચૂક્યા છે. એવામાં ફરી આ વિવાદ કોઈ નવો રાજકીય રંગ ઊભો કરે એવા રાજકોટમાં એંઘાણ વર્તાય છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW