HomeGujaratમોરબીમાં આધાર અપડેટ કેમ્પમાં સર્વર ડાઉન થતા કામગીરી વહેલી આટોપી લેવાઈ

મોરબીમાં આધાર અપડેટ કેમ્પમાં સર્વર ડાઉન થતા કામગીરી વહેલી આટોપી લેવાઈ

આધાર કાર્ડ હાલ દરેક નાગરિક માટે અગત્યનો દસ્તાવેજ બની ગયો છે. બેંકમાં ખાતું ખોલવા,બાળકનું શાળામાં એડમિશન થી લઈ તમામ પ્રકારની સરકારી યોજનાનો લાભ આધારકાર્ડ ફરજિયાત રજૂ કરવું પડતું હોવાથી આધાર કાર્ડ મઅરજી કરી રહ્યું છે. મોરબી જિલ્લામાં આધારકાર્ડ હાલ લાલબાગ સેવા સદન તેમજ પોસ્ટ ઓફીસમાં જ કામગીરી થતી હોવાથી કામગીરીનું ભારણ વધી જાય.જેના કારણે લોકોને સમયસર આધારકાર્ડ મળતા ન હોવાની ફરિયાદ વચ્ચે આજે મોરબીમાં પોસ્ટ વિભાગ દ્વારા પાલિકા કચેરી નજીક ટાઉનહોલમાં આધાર અપડેટ કામગીરી માટે કેમ્પ રાખવામા આવ્યો હતો. આ અંગે શહેરીજનોને જાણ થતાં વહેલી સવારથી લોકો મોટી સંખ્યામાં લાઈનમાં લાગ્યા હતા અને સવારે 8થી 11 વાગ્યા સુધીમાં 350 જેટલી અરજીઓ આવી હતી અને આધાર અપડે કામગીરી કરવામાં આવી હતી જોકે 11 વાગ્યા બાદ આધારનું સર્વર ડાઉન થઈ ગયું હતું કર્મચારીઓ 11 વાગ્યે કેમ્પ બંધ કરી નીકળી ગયા હતા જેના કારણે મોટી સંખ્યામાં આવેલ અરજદારોને ધક્કા થયા હતા. આ અંગે પોસ્ટ વિભાગના અધિકારી પી આરઓ જ્યેન્દ્રકુમાર રાવલે જણાવ્યું હતું કે સવારથી પોસ્ટ વિભાગના કર્મીઓએ આધાર અપડેટ કામગીરી શરૂ કરી પરંતુ સર્વર ડાઉન થતા કામગીરી થઈ શકતી ન હોવાથી અરજદારોને એક અરજી માટે સમય લાગતો હોવાથી કામગીરી બંધ કરવી પડી હતી

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,460SubscribersSubscribe

TRENDING NOW