HomeGujaratવાંકાનેરમાં 2 કિલો ગાંજા સાથે 2 શખસ ઝડપાયા,1 ફરાર

વાંકાનેરમાં 2 કિલો ગાંજા સાથે 2 શખસ ઝડપાયા,1 ફરાર

વાંકાનેર તાલુકાના એસઓજી ઓપરેશન ટીમ પેટ્રોલીંગમાં હતી તે દરમિયાન સરતાન પર રોડ પર બે શખસ નશાકારક પદાર્થ વેચવા આવ્યા હોવાની બાતમીના આધારે ઢુવા ગામ નજીક મહાવીર ખાના હાઉસ નજીક દરોડો પાડી ધર્મેન ઉર્ફે ધમ્મું નંદકિશોર ઉર્ફે નંદરામ તિવારી,સુનીલ નંદકિશોર ઉર્ફે નંદરામ તિવારીને ઝડપી લીધા હતા.આરોપીઓની પૂછપરછ કરતા જયારે જયમલ સુમેરસિંહ રાજપૂત નામનો આરોપી ગાંજો આપી ફરાર થઇ ગયો હતો જેથી પોલીસે તેની શોધખોળ હાથ ધરી હતી.આરોપી પાસેથી રૂ 20,000ની કિમતના 2 કિલો ગાંજો 2 મોબાઈલ રૂ 15,100 રોકડ અને ડીઝીટલ કાંટા સાથે 36,700નો મુદામાલ જપ્ત કર્યો હતો .બનાવ અંગે એસઓજીની ટીમે ત્રણેય આરોપી વિરુદ્ધ એનડીપીએસ એક્ટ હેઠળ ગુન્હો રજીસ્ટર કરાવી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,670SubscribersSubscribe

TRENDING NOW