HomeGujaratમોરબીના જેતપર રોડ પર માર્ગ મકાન વિભાગે ચલાવ્યું બુલડોઝર 40 દબાણ કર્યા...

મોરબીના જેતપર રોડ પર માર્ગ મકાન વિભાગે ચલાવ્યું બુલડોઝર 40 દબાણ કર્યા સાફ

મોરબી જેતપર રોડનું હાલ ફોરલેન કામગીરી શરુ થવાનું છે ત્યારે બન્ને સાઈડ પર ખડકાયેલ દબાણ દુર કરી રોડ માટે જગ્યા ખાલી કરવાની જરૂરિયાત ઉભી થતા આજે મોરબીના બેલા ગામથી પાવડીયારી તરફ જવાના રસ્તા સુધીના માર્ગ પર માર્ગ અને મકાન વિભાગે બુલડોઝર ફેરવ્યું હતું.

અને નાની મોટી દુકાન,દીવાલ તેમજ અન્ય નાના મોટા કાચા મકાન સહીત કુલ 40 જેટલી નાની મોટી મિલકત સાફ કરી દીધી હતી આં અંગે માર્ગ મકાન વિભાગના નાયબ કાર્યપાલક ઈજનેર હિતેશ અદ્રોજાએ જણાવ્યું હતું કે આ વિસ્તારમાં રસ્તાની કામગીરીને ધ્યાને લઇ રસ્તા ની બન્ને સાઈડ રોડ પહોળો કરવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે હજુ આગામી દિવસોમાં પણ આ કામગીરી ચાલુ રહેશે જેથી આ રસ્તા પર ખડકાયેલ દબાણ દબાણ કર્તા જાતે દુર કરે જેથી તંત્ર દ્વારા કરવામાં આવતી કાર્યવાહી થી નુકશાનન થાય તંત્ર દ્વારા હજુ ઝડપથી દબાણ હટાવવાની કામગીરી ચાલુ રાખવામાં આવશે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW