પાટીદાર સમાજના આગેવાનો દ્વારા શરુ કરાયેલ ઘડિયા લગ્નની પહેલને હવે ધીમે ધીમે સફળતા મળી રહી છે.અન્ય અન્ય સમાજના લોકો પણ તેમાં જોડાઈ રહ્યા છે. આ પહેલને વધુ આવકાર મળે તે માટે પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ પણ પોતાનું યોગદાન આપી સર્વ સમાજ માટે અનોખી પહેલ કરી હતી અને દરેક સમાજના લોકો ઘડિયા લગ્નમાં જોડાય તે માટે પોતાના ઉમા ટાઉનશીપ ખાતે અઆવેલા તેમના બંગલા બહાર પ્લોટમાં મંડપ લગાવી રાખ્યો છે તેમજ વર અને કન્યા બન્નેને પક્ષના મહેમાનોને લગ્ન સમયના જમણવારનો ખર્ચ પણ તેમણે ઉઠાવવાનું બીડું ઝડપ્યું છે ત્યારે અલગ અલગ સમાજના આ લગ્નમાં જોડાય છે.ત્યારે પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા દ્વારા આ આયોજનમાં દલિત સમાજનના યુવક યુવતીઓના ઘડિયા લગ્ન યોજાયા હતા.

જેમાં વાકાનેરના જાંબુડિયા ગામના રમેશભાઈ શીવાભાઈ ચાવડા પુત્ર રાજેશના લગ્ન મોરબી નિવાસી સુરેશભાઈ ભુપતભાઈ વાઘેલાની પુત્રી વર્ષા સાથે તેમજ સુરેશભાઈ ભુપતભાઈ વાઘેલા પુત્ર પ્રકાશના લગ્ન સ્વ.રમેશભાઈ શીવાભાઈ ચાવડાની પુત્રી શીતલ સાથે લગ્ન યોજાયા હતા. દલિત સમાજના આગેવાનો મનુભાઈ સારેસા મોરબી નગરપાલિકા કાઉન્સિલર, ગૌતમભાઈ સોલંકી નગરપાલિકા કાઉન્સિલર, રાજન ભાઈ પુરબીયા યુવા ભાજપ આગેવાન, રવિભાઈ ધૂમલ મહામંત્રી મોરબી જીલ્લા ભાજપ અનુસૂચિત જાતિ મોરચો તથા
પ્રદેશ મીડિયા કન્વીનર.ગુજરાત ગુરૂ બ્રાહ્મણ સમાજ સહિતના ઉપસ્થિત રહ્યાં હતાં તેમજ ઘડિયાળ આપી નવ યુગલોને આશિર્વાદ આપ્યા હતા

