ઉધોગનગરી મોરબીમાં દિનપ્રતિદિન વાહનોની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે જેના કારણે મોરબી શહેર તેમજ આસપાસના હાઈવે વિસ્તારમાં ઠેર ઠેર ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ છે મોરબી શહેરમાં શનાળા રોડ,નહેરુગેટથી દરબાર ગઢ રોડ, રવાપર રોડ,નટરાજ ફાટકથી મહારાણા પ્રતાપ સર્કલ સુધીના તમામ વિસ્તારમાં વહેલી સવારથી મોડી રાત સુધી વાહનોની સતત અવરજવર રહે છે જેના કારણે મુખ્ય માર્ગો પર ટ્રાફિક જામની સમસ્યા કાયમી રહે છે.મોરબીમાં ભૌગોલિક રીતે રહેણાંક વિસ્તાર જુના શહેર તેમજ આસપાસના રવાપર શનાળા સહિતના વિસ્તારમાં રહે છે જયારે ધંધા વ્યવસાય માટે શહેરના મુખ્ય માર્ગો પરથી નીકળી સિરામિક ઝોનમાં જાય છે જેના કારણે વહેલી સવારે મુખ્ય માર્ગો પર વાહનની ભીડ જામે છે.વાહનોની કતાર લાગે છે.

જેના કારણે ૫ થી 7 કિમીનું અંતર કાપવા માટે પણ અડધા કલાકથી પોણો કલાક જેટલો સમય લાગે છે.તમાં પણ જો નટરાજ ફાટક બંધ હોય તો આ 10 થી 15 મિનીટ વધી હોય છે મોરબીના મુખ્ય માર્ગો પર વાહનોની લાંબી કતાર લાગે છે મહારાણા પ્રતાપ સર્કલથી નટરાજ ફાટક,ગેસ્ટ હાઉસ રોડથી ગાંધીચોક,રવાપર રોડ શનાળા રોડ,રેલ્વે સ્ટેશન રોડ,ઉમિયા સર્કલથી સમય ગેટ સહિતના અલગ અલગ રોડ પર વાહનોની લાંબી કતાર લાગે છે.આ બાબતે વર્ષોથી અલગ અલગ સામાજિક સંસ્થાઓ કાર્યકરો અને આગેવાનો અનેક રજૂઆત કરવા છતાં પાલિકા માર્ગ મકાન વિભાગ તેમાં જિલ્લા વહીવટી તંત્ર સક્રિય કામગીરી ન કરતા શહેરીજનો ટ્રાફિક જામથી પીડાય રહ્યા છે.

શહેરમાં વાહનોની સંખ્યા પણ દિન પ્રતિદિન વધી રહી છે જેના કારણે આ સમસ્યા વધુને વધુ અઘરી બની રહી છે.જો સમસ્યા નિકાલ માટે વહેલી તકે પગલા નહી લેવાય તો શહેરમાં સમસ્યા વધુ પડકાર જનક બની શકે છે.
(બોક્સ) મોરબીમાં સતત વકરતી ટ્રાફિક જામની સમસ્યાના કારણો અને ઉકેલ
કારણ : મોરબી શહેરમા મોટા ભાગના વિસ્તારમાં રસ્તા સાંકડા છે જેના કારણે વાહનોને નીકળવામાં મુશ્કેલી પડી રહી છે. મુખ્ય માર્ગો પર વન વેની અમલવારીમાં ઢીલથી સમસ્યા વકરી ,વાહનોની સંખ્યામાં દિન પ્રતિદિન વધારો થવાથી ,મુખ્ય બજારમાં આડેધડ બેસતા ફેરિયા,રેકડી ધારકો તેમજ દુકાન બહાર સામાનના ખડકલા, મોરબી શહેરના કોમર્શીયલ કોમ્પ્લેક્ષ,હોસ્પિટલ,બેંક દુકાનો જાહેર માર્ગો,ચોક પર પાર્કિંગ જગ્યાનો અભાવ,
ઉપાય: મોરબી શહેરના તમામ મુખ્ય માર્ગો પર સક્રિય ટ્રાફિક જવાનની સંખ્યા વધારી નવા ટ્રાફિક પોઈન્ટ ઉભા કરવાં, મુખ્ય ચાર રસ્તા વિસ્તારમાં કોમ્પ્યુટર સીસ્ટમ આધારીત ટ્રાફિક સિગ્નલ મુકવા જરૂરી, શહેરના મુખ્ય માર્ગો પર જ્યાં દબાણ ખડકાયા છે. તેવા ટ્રાફિકને અડચણ રૂપ વિસ્તારનો સેરવે કરાવી દબાણ દુર કરી રસ્તા પહોળા કરવા,શહેરમાં તમામ કોમ્લેક્ષ,હોસ્પિટલ હોટેલ,બેંક તમામ મિલકતના પોતાની પાર્કિંગ વ્યવસ્થા ઉભી કરવા,

