HomeGujaratમોરબીનાં નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનમાં વેલેન્ટાઇન ડે નિમિતે માતા પિતા પૂજન અને...

મોરબીનાં નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનમાં વેલેન્ટાઇન ડે નિમિતે માતા પિતા પૂજન અને રામાયણ મહાભારતનું સમૂહ પુજન કરાયું

વિશ્વમાં 14 ફેબ્રુઆરીએ વેલેન્ટાઇન દિવસ ઉજવણી કરી હતી.દેશભરમાં છેલ્લા કેટલાક વર્ષોથીવેલેન્ટાઇન દિવસ ઉજવણીમાં ફેરફાર જોવા મળી રહ્યો છે.ખાસ કરીને શાળા કોલેજમાં વિદેશી સંસ્કૃતિના બદલે ભારતીય સંસ્કૃતિ મુજબ દિવસ ઉજવણી કરવાની હકારાત્મક વિચારસરણી પ્રસરી રહી છે. ત્યારે મોરબીની નવયુગ ગ્રુપ ઓફ એજયુકેશન અંતર્ગત આવતી શાળા અને કોલેજમાં વેલેન્ટાઇન ડે ઉજવણી કરી છે.જેમાં ભારતીય સંસ્કૃતિ પ્રમાણે માતા-પિતા ની પૂજા તેમજ તેનું જીવનમાં સ્થાન જેમાં જુદા જુદા વિભાગ માંથી વિદ્યાર્થીઓ દ્વારા સ્પીચ આપી હતી. તેમજ આજ નાં વિદ્યાર્થી ને માતા-પિતા નું વિદ્યાર્થી જીવન માં સ્થાન સમજાવતી વિડિયો ક્લિપ બતાવી સાથે સાથે દરેક વિદ્યાર્થી સમુહ માં સંસ્કૃતિ નું જતન કરતા પ્રેરણા દાયક ગ્રંથો રામાયણ, ભગવદ્ ગીતા જેવા પુસ્તકો નું વાંચન દરેક વિદ્યાર્થીએ સમુહમાં કરેલ હતું.

સમગ્ર કાર્યક્રમની ઉજવણી નવયુગ ગ્રુપ ઓફ એજયુકેશનના પ્રમુખ પી.ડી કાંજીયા તેમજ મેનેજીંગ ટ્રસ્ટી બળદેવભાઈ સરસાવાડિયા ના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં દરેક વિભાગીય વડા તેમજ તમામ વિદ્યાર્થીઓએ સમગ્ર કાર્યક્રમ સફળ બનાવ્યો હતો.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,360SubscribersSubscribe

TRENDING NOW