મોરબી તાલુકા પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હતી તે દરમિયાન સરતાનપર રોડ પર જવાના રસ્તે આર જે 36 જીએ 4079 નંબરની ટ્રેલરમાં વિદેશી દારૂની હેરાફેરી ફરતા હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે . RJ-36-GA-4079 નંબરના ટ્રેલરની તપાસ કરતા તેમાંથી રૂ 24,900ની કિમતના ભારતીય બનાવટની અલગ અલગ બ્રાન્ડની કાચની કંપની શીલપેક બોટલ નંગ-36 બોટલ, તેમજ રૂ 2400 ની કિમતના 24 ટીન બીયરના ટીન મળી કુલ 27,300ની કિમતના મુદ્દામાલ મળી આવતા રૂ 8.27 લાખની કિમતના મુદ્દામાલ સાથે ગુમાનસિંહ નૈનુસિંહ ચૌહાણ,રૂગનાથ હજારીલાલ ચૌધરી ને ઝડપી લીધા હતા

અન્ય એક બનાવમાં મોરબીના લાલપર ગામની સીમમાં શ્રીજી સિરામિક પાસે GJ-12-BW-9244 નંબરના ડમ્પરમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની રૂ 8250ની કિમતની 22 બોટલ સાથે ટ્રક ચાલક વિનોદ ભચાભાઈ મૈયાણી નામના ટ્રક ચાલકને ઝડપી લીધો હતો આરોપી પાસેથી રૂ 10 લાખની કિમતનો ટ્રક તેમજ દારૂની બોટલ સાહિત રૂ 10,08,250નો મુદામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી

