HomeGujaratશેર માર્કેટમાં ગાબડુંઃ સેન્સેક્સ 1400 અંક તૂટ્યો, નિફ્ટી 17000ની નીચે જાણો ક્યા...

શેર માર્કેટમાં ગાબડુંઃ સેન્સેક્સ 1400 અંક તૂટ્યો, નિફ્ટી 17000ની નીચે જાણો ક્યા શેરમાં ફટકો

ગત અઠવાડિયે ભારતીય શેરબજારમાં કડાકો થયા બાદ નવા અઠવાડિયાની શરૂઆત પણ માઠા વાવડ સાથે થઈ છે. સોમવારે શેરમાં ભારે ઘટાડો જોવા મળી રહ્યો છે. સવારે 9.17 કલાકે સેન્સેક્સ 1240 અંકના ઘટાડા સાથે 56834 પર કારોબાર કરી રહ્યો છે. જ્યારે નિફ્ટી 383 અંક ઘટી 16977 પર કારોબાર કરી રહ્યો છે.

સવારે 9.20 વાગ્યાનો રીપોર્ટ

સેન્સેક્સ પર ICICI બેન્ક, એમએન્ડએમ, SBI, HDFC, અલ્ટ્રાટેક સિમેન્ટ સહિતના શેરમાં મોટો ઘટાડો જોવા મળ્યો હતો. એમએન્ડએમ 4.30 ટકા ઘટી 817.10 પર કારોબાર કરી રહ્યો છે. ICICI બેન્કનો શેર 3.62 ટકા ઘટી 762.45 પર ટ્રેડ થતો જોવા મળ્યો છે. જોકે TCS 0.90 ટકા વધી 3728.90 પર ટ્રેડ કરી રહ્યો છે. ONGC 0.94 ટકા વધી 3729.85 પર ટ્રેડ કરી છે. જોકે, બેન્કના શેરમાં છેલ્લા ઘણા સમયથી એક મોટો કડાકો જોવા મળી રહ્યો છે.

ભારતીય શેરબજારો સપ્તાહના અંતિમ દિવસે ઘટીને બંધ રહ્યાં હતા. સેન્સેક્સ 773 અંક ઘટી 58152 પર બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી 231 અંક ઘટી 17374 પર બંધ રહ્યો હતો. સેન્સેક્સ પર ટેક મહિન્દ્રા, ઈન્ફોસિસ, HCL ટેક, અલ્ટ્રાટેક સિમેન્ટ, વિપ્રો સહિતના શેર ઘટીને બંધ રહ્યાં હતા. ટેક મહિન્દ્રા 2.94 ટકા ઘટી 1424.35 પર બંધ રહ્યો હતો. ઈન્ફોસિસ 2.71 ટકા ઘટી 1721.00 પર બંધ રહ્યો હતો. જોકે ઈન્ડસઈન્ડ બેન્ક, ટાટા સ્ટીલ, NTPC, M&M, ITC સહિતના શેર વધીને બંધ રહ્યાં હતા. ઈન્ડસઈન્ડ બેન્ક 0.94 ટકા વધી 981.95 પર બંધ રહ્યો હતો. ટાટા સ્ટીલ 0.52 ટકા વધી 1254.75 પર બંધ રહ્યો હતો.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW