મોરબી જીલ્લામાં હાલ કોરોનાનાનવા કેસમાં દિન પ્રતિદિન કેસ મોટા પાયે ઘટાડો જોવા મળી રહ્યો છે.ત્યારે શુક્રવારે નવા કેસનો આંકડો સિંગલ ડીઝીટ નજીક આવી ગયો હતો શુક્રવારે જિલ્લામા 1183 દર્દીના આરટીપીસીઆર ટેસ્ટ કરવામાં આવ્યા હતા જેમાંથી માત્ર 14 જ કેસ પોઝીટીવ આવ્યા હતા . આ 14 નવા કેસમાં મોરબીમાં 07 કેસ,ટંકારામાં 06 અને હળવદમાં 01 કેસ આવ્યો હતો વાકાનેર માળીયામાં એક પણ દર્દી પોઝીટીવ આવ્યા નથી બીજી તરફ જિલ્લામાં 79 દર્દી સ્વસ્થ થયા હતા આ 79 દર્દી માં મોરબીમાં 61,હળવદ અને માળીયામાં 6 -6 દર્દી તેમજ વાંકાનેર ટંકારામાં 3-3 દર્દી રીકવર થયા હતા.મોરબીમાં આજ દિન સુધીમાં કુલ 493 599 લોકોના સેમ્પલ ટેસ્ટ લેવામાં આવ્યા હતા. જેમાંથી 10670 દર્દી કોરોના પોઝીટીવ આવ્યા હતા જેમાંથી 10124 દર્દી સ્વસ્થ થયા છે. જયારે 93 દર્દીના સતાવાર મોત થયા હતા.

