મોરબી શહેરનો દિવસે દિવસે વિકાસ થતા શહેરી વિસ્તારમાં વસ્તી વધારો થઇ રહ્યો છે જેના કારણે શહેરી વિસ્તારમાં આવેલ સસ્તા અનાજ દુકાન પર ગ્રાહકોની સંખ્યા વધી રહી છે આ બાબતે સામાજિક કાર્યકર દ્વારા આ બાબતે રજૂઆત કરવામાં આવી હતી જે બાદ હવે મોરબી શહેર અને મોરબી તાલુકાની પુરવઠા શાખાની કામગીરીનું વિભાજન થવાની પ્રક્રિયા ચાલુ કરવામાં આવી છે. આ કારણસર તા.10 ફેબ્રુઆરી થી તા.15 ફેબ્રુઆરી સુધી ટેકનીકલ કારણોસર રેશનકાર્ડને લગતી તમામ કામગીરી બંધ રાખવામાં આવી છે. જેની જાહેર જનતાએ નોંધ લેવા તેમ મામલતદાર ડી જે જાડેજાએ જણાવ્યું છે.
હાલમાં મોરબી તાલુકામાં પુરવઠા શાખાને લગતી મોરબી શહેરી વિસ્તાર તથા ગ્રામ્ય વિસ્તારની સંયુક્ત કામગીરી મોરબી ગ્રામ્ય મામલતદાર દ્વારા કચેરી લાલબાગ સેવાસદન ખાતે કરવામાં આવે છે. આ કામગીરી વિભાજન કરવાનું હોવાથી તા.10 ફેબ્રુઆરી તા.15 ફેબૃઆરી સુધી રેશનકાર્ડની તમામ કામગીરી બંધ રાખવામાં આવેલ છે.

