મોરબીના સામાં કાંઠા વિસ્તારમાં આવેલ શોભેશ્વર રોડ પર આવેલ વાણીયા સોસાયટીમાં બુધવારે મોડી રાત્રે તસ્કર ત્રાટક્યા હતા અને અનિલભાઈ છગનભાઇ ડાકીના ઘરને નિશાન બનાવ્યુ હતું.
અનિલભાઈ પોતાના મકાનમા નીચેના માળે તાડુ મારીને ઉપરના માળે સુતા હતા ત્યારે તસ્કરો ઘરમાં ધામા નાખ્યા હતા અને નીચેના માળે મેઇન દરવાજાનુ તાડુ તોડી મકાનમા પ્રવેશ કરી રૂમમા રાખેલ લોખંડના કબાટના લોકરનો લોક તોડી અંદર ટ્રકના ભાડાના આવેલ રોક્ડ રૂપીયા-૫,૩૪,૦૦૦/- તથા રૂ૮૦૦૦ની કિંમતના ચાંદિના છડા( સાકળા) જે આશરે ર૦૦/- ગ્રામ વજનના મળી કુલ રૂપીયા-૫,૪૨,૦૦૦/-ની મતાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા પરિવારના સભ્યો સવારે ઉઠ્યા ત્યારે ઘરની ચીજો અસ્ત વ્યસ્ત પડી હતી અને મુદ્દામાલ ગાયબ જણાતાં પોલીસને જાણ કરી હતી. જેના આધારે બી ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

