HomeGujaratમોરબીમાં કોરોનાના કેસ ઘટ્યા મોત વધ્યા,બુધવારે 29 નવા કેસ સામે 9૩ સ્વસ્થ

મોરબીમાં કોરોનાના કેસ ઘટ્યા મોત વધ્યા,બુધવારે 29 નવા કેસ સામે 9૩ સ્વસ્થ

મોરબી જિલ્લામાં કોરોનાના નવા કેસમાં દિન પ્રતિદિન ઘટાડો આવ્યો છે .જોકે મોતની સંખ્યા વધી રહી છે. બુધવારે બીજા દિવસે પણ એક દર્દીનું મોત થયું હતું. મોરબી જિલ્લામાં બુધવારે 1197 દર્દીના સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા છે. જયારે 29 દર્દી પોઝિટિવ આવ્યા હતા.આ 29 કેસમાં મોરબી શહેરમાં 11 અને ગ્રામ્યમાં 09 કેસ નોંધાયા હતા.વાંકાનેર ગ્રામ્યમાં 04,ટંકારામાં 4, માળિયામાં 01 કેસ પોઝીટીવ આવ્યો હતો જોકે હળવદમાં પણ કેસ આવ્યો ન હતો. મોરબી તાલુકામાં બુધવારે 85 વર્ષના વૃદ્નુ કોરોનાથી મોત થયું હતું. વૃદ્ધને ડાયાબીટીસ અને પ્રોસ્ટેટની બીમારી હતી જીલ્લામાં બુધવારે 93 દર્દી સ્વસ્થ થયા હતા.આ 93 દર્દીમાં મોરબીના68 6 ,માળિયાના 07 અને હળવદમાં 04 ટંકારામાં 07 અને વાંકાનેરમાં 07 દર્દી સ્વસ્થ થયા છે. મોરબી જિલ્લામાં આજ દિન સુધીમાં 10639 દર્દી કોરોના પોઝિટિવ આવ્યા હતા જેમાંથી 9992 દર્દી કોરોનાંને મ્હાત આપી સ્વસ્થ્ય થયા હતા જ્યારે 93 દર્દીઓના મોત થયા હતા.હાલ મોરબી જીલ્લામાં 300 કેસ કોરોના પોઝિટિવ છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,360SubscribersSubscribe

TRENDING NOW