HomeGujaratલતા મંગેશકરના અંતિમ સંસ્કાર થતા ન જોઈ શક્યો આ સેલિબ્રિટી, ભીની આંખે...

લતા મંગેશકરના અંતિમ સંસ્કાર થતા ન જોઈ શક્યો આ સેલિબ્રિટી, ભીની આંખે દર્શન કરી પરત ફર્યો

સ્વર કોકિલા લતા મંગેશકરના નિધન બાદ સંગીત જગતમાં સન્નાટો છે. દરેક સંગીતકાર અને ગાયક લતા મંગેશકર સાથેની યાદને વાગોળીને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી રહ્યા છે. સંગીત જગતમાં હાલ લતા મંગેશકરને કારણે જે ખાલીપો ઊભો થયો છે એ કદી ભરી શકાય એમ નથી. સિંગર રાહુલ વૈદ્ય પણ સ્વર કોકિલાના નિધનથી દુઃખી થયા છે. રાહુલ શિવાજી પાર્કમાં લતાજીના દર્શન કરવા માટે ગયા હતા. અંતિમ વિદાય આપવા માટે પહોંચ્યા હતા. પણ લતાજીને અગ્નિદાહ આપવામાં આવે એ પહેલા જ રાહુલ ત્યાંથી દર્શન કરી નીકળી ગયો હતો.

આ ખુલાસો ખુદ રાહુલે કર્યો છે. તે માને છે કે, લતા મંગેશકરના અંતિમ દર્શન કરી શ્રદ્ધાંજલી આપવાનો મોકો મળ્યો હતો. રાહુલે એક મુલાકાતમાં કહ્યું હતું કે, મે લતાદીદીને એ સમયે અંતિમ વાર જોયા, તિરંગામાં પેક થયેલો એના પાર્થિવ દેહ..હે પ્રભુ હું મારી લાગણી વ્યક્ત કરી શકતો નથી. મારી દિલ ભરાઈ આવ્યું હતું. આંખમાંથી આસું રોકાતા ન હતા. ગળુ ભરાઈ ગયું હતું. જ્યારે તિરંગાને દૂર કરીને એના દેહને જ્યારે લાકડા પર શિફ્ટ કરાયો તો એ મારાથી જોઈ શકાય એમ ન હતું. આ એક અસામાન્ય ફીલિંગ્સ હતી. એમની ચિતાને અગ્નિદાહ દેવામાં આવે એ પહેલા જ હું ત્યાંથી જતો રહ્યો. કારણ કે હું આવી વસ્તુ જોઈ શકતો નથી. મેં ક્યારેય વિચાર્યું ન હતું કે, એક એવો પણ દિવસ આવશે જ્યારે લતાદીદી આપણી વચ્ચે નહીં રહે. વર્ષ 2013માં રાહુલે લતાદીદીનો ઈન્ટરવ્યૂ કર્યો હતો. રાહુલ સાથે ઘણી વખત ફોન ઉપર પણ વાત થતી હતી.તા. 6 ફેબ્રુઆરીના રોજ મલ્ટિ ઓર્ગન ફેલ્યોરને કારણે એમનું નિધન થયું હતું. તા.8 જાન્યુઆરીના રોજ એમનો કોરોના રીપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. મુંબઈની બ્રિચ કેન્ડી હોસ્પિટલમાં એમને સારવાર હેતું એડમીટ કરવામાં આવ્યો હતા.

લતાજીની આ રીતે અણધારી અને ઓચિંતી વિદાયથી દરેક સંગીતકારને મોટો આઘાત લાગ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, શાહરૂખ ખાન અને આમિર ખાન સહિત સમગ્ર બોલિવૂડમાંથી ઘણી બધી હસ્તીઓ અને રાજકારણીઓએ અંતિમ સંસ્કારમાં શ્રદ્ધાંજલિ આપી હતી. તાજેતરની ચેટમાં, રાહુલ વૈદ્યએ તે સમય વિશે વાત કરી. જ્યારે તેણે સ્વર્ગસ્થ ગાયિકાનો ઇન્ટરવ્યુ લીધો અને લતાજીએ કેટલા આરામથી આ ઈન્ટરવ્યૂ આપ્યો હતો.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,290SubscribersSubscribe

TRENDING NOW