મોરબીના ઉમા ટાઉનશીપના એપાર્ટમેન્ટમાં વોચમેન તરીકે નોકરી કરતા નેપાળી પરિવારની બાળકી રસ્તામાં રમતી હતી તે દરમિયાન પુરઝડપે ચલાવી હડફેટે લેતા તેનું મોત નીપજ્યું હતું બનાવ અંગે પોલીસે ગુન્હો નોધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી
મોરબીના સામાકાઠા વિસ્તારમાં આવેલ ઉમા ટાઉનશીપ વિસ્તારમાં રહેતા અને ચોકીદારીનું કામ કરતા નેપાળના લોકેશભાઈ સુનારની દોઢ વર્ષની બાળકી એન્જલ બહાર રમતી હતી તે દરમિયાન જીજે ૩૬ આર ૬૪૯૯ નંબરની કાર પુર ઝડપે ધસી આવી હતી અને એન્જલને હડફેટે લીધો હતો તેનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું બનાવની બાળકીના પિતા લોકેશભાઈ ઉદયભાઈ સુનારે કાર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોધાવી હતી. ફરિયાદ આધારે બી ડીવીઝન પોલીસે કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

