મોરબીના મચ્છુ 2 ડેમમાં ઝંપલાવી આજે પ્રેમી પંખીડાએ આપઘાત કરી લીધો હતો બનાવ બાદ સ્ટીથાનિક તરવૈયાની ટીમે ઘટના સ્થળે દોડી ગયા હતા અને મૃતદેહ બહાર કાઢી પીએમ અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો બનાવ અંગે તાલુકા પોલીસે એડી નોધવા તજવીજ હાથ ધરી છે.
મોરબીના લાયન્સનગર વિસ્તારમાં રહેતા ધવલ રમેશ રાઠોડ નામના 19 વર્ષના યુવકે અને દલવાડી સર્કલ નજીક આવેલ પ્રધાનમંત્રી આવાસ યોજના વિસ્તારમાં રહેતી ક્રિષ્નાબેન શક્તીભાઈ જેઠવા નામની 18 વર્ષની યુવતીએ લીલાપર નજીક આવેલ મચ્છુ 2 ડેમમાં ઝંપલાવી આપઘાત કરી લીધો હતો બનાવની જાણ થતા સ્થાનિક તરવૈયા ટીમે બન્નેને બહાર કાઢી પીએમ માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યા હતા.યુવક યુવતી વચ્ચે પ્રેમ સંબંધ હોય અને પરિવારજનો એક નહી થવાદે તેવા ડરથી પગલું ભર્યું હોવાની આશંકા સેવાઈ રહી છે ઘટનાની જાણ થતા તાલુકા પોલીસની ટીમ હોસ્પીટલમાં પહોચી હતી અને પરિવારના નિવેદન લેવા તજવીજ હાથ ધરી હતી.બનાવ અંગે તાલુકા પોલીસે આપઘાત મોત અંગે નોધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી

