દેશના સ્વર કોકિલા-લતા મંગેશકરની તબિયત છેલ્લા એક મહિનાથી ખરાબ છે. છેલ્લા 27 દિવસથી તેઓ મુંબઈની બ્રીજ કેન્ડી હોસ્પિટલમાં એડમીટ છે. હોસ્પિટલમાં સતત તબીબો એની સ્થિતિ પર વૉચ રાખી રહ્યા છે. વાવડ એવા પણ મળ્યા છે કે, લતા મંગેશકરની તબિયત ફરીથી લથડી છે. એવું પણ જાણવા મળ્યું છે કે, હાલમાં તેઓને ICUમાં સારવાર આપવામાં આવી રહી છે. જોકે, આ વાત કેટલી સાચી છે એ અંગે એમના પરિવારજનોએ મૌન સેવી લીધું છે.
Veteran singer Lata Mangeshkar's health condition has deteriorated again, she is critical. She is on a ventilator. She is still in ICU and will remain under the observation of doctors: Dr Pratit Samdani, Breach Candy Hospital
— ANI (@ANI) February 5, 2022
(file photo) pic.twitter.com/U7nfRk0WnM
હાલમાં લતા મંગેશકર કે એના મેનેજરે કોઈ પ્રકારના વાવડની પુષ્ટી કરી નથી. લતા મંગેશકરના પ્રવક્તાએ કહ્યું કે, પરિવાર દરેક અફવાઓનું ખંડન નહીં કરે. હાલમાં એની તબિયત અંગે અમે કોઈ ઓફિશિયલ નિવેદન કરી શકીએ નહીં. પરિવારની સુરક્ષાનું ધ્યાન રાખો અને એની સ્થિતિ સારી થાય એ સ્વસ્થ થઈ જાય એવી દુઆ કરો. એમના પરિવારે પણ એની તબિયત અંગે કંઈ બોલવાનો ઈન્કાર કરી દીધો છે. પણ બ્રીચ કેન્ડી હોસ્પિટલના તબીબ પ્રતીત સામદાણીએ કહ્યું કે, એની સ્થિતિ ખરાબ છે. કંડિશન ક્રિટીકલ છે. હાલમાં તેઓ વેન્ટીલેટર પર છે. ICU વૉર્ડમાં એમની સારવાર ચાલી રહી છે. તબીબોની ટીમ સતત એમના પર વૉચ રાખી રહી છે. થોડા સમય પહેલા એમની તબિયતમાં થોડો સુધારો થયો હતો. આ અંગે એમના પરિવારે એક નિવેદન પણ જાહેર કર્યું હતું.પરિવારે કહ્યું હતું કે તેઓ હાલમાં ICUમાં છે, હાલત પહેલા કરતા સારી છે. એ સમયે તબીબોએ વેન્ટીલેટર પણ દૂર કરી દીધું હતું. એક ટ્રાયલ પણ કરી હતી. તા. 27મી જાન્યુઆરીના રોજ લતા મંગેશકરના પરિવારે એના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ પર એક નિવેદન આપ્યું હતું.
— Lata Mangeshkar (@mangeshkarlata) January 27, 2022
જેમાં સ્પષ્ટતા કરવામાં આવી હતી કે, એમની સ્થિતિમાં સુધારો થઈ રહ્યો છે. એમની ટ્રિટમેન્ટ ચાલી રહી છે. વેન્ટીલેટર દૂર કરીને એક ટ્રાયલ પણ કરવામાં આવી હતી. સ્થિતિમાં સુધારો જોઈ શકાય છે. તમારા બધાની દુઆઓનો આભાર. તા.8 જાન્યુઆરીના રોજ લતા મંગેશકર કોવિડ પોઝિટિવ આવ્યા હતા. તકેદારી રાખીને એમને એડમીટ કરવામાં આવ્યા હતા. તબીબો અને એમનો પરિવાર તબિયત અંગે અપડેટ આપી રહ્યા હતા. પણ હવે પરિવારજનોએ મૌન સેવી લીધું છે.

