મોરબી બી ડીવીઝન પોલીસ ટીમ દ્વારા તાજેતરમાં એક શખ્સને ઝડપી લીધો હતો જેની તપાસ કરતા તેમણે મોરબીસહીત ૪ જિલ્લામાં 12 બાઈકની ચોરીની કબુલાત કરી હતી. મોરબી જીલ્લામાં ચોરી થયેલ બાઈકમાં બી ડીવીઝન પોલીસ મથક વિસ્તારમાં પણ બાઈક ચોરી થયાનું સામે આવ્યું હતું. ત્યારે બી ડીવીઝન પોલીસ મથકમાં બાઈક ચોરીની ફરીયાદ નોધવાનો સિલસિલો શરુ થયો છે. ગુરુવારે મોરબી બી ડીવીઝન પોલીસ મથકમાં સમપર્ણ હોસ્પીટલ નજીક પાર્ક કરેલ જીજે 36 જે 0095 નમ્બરનું મુકેશભાઈ ગોવિંદભાઈ સોલંકી નામના યુવકનું બાઇક ચોરી થયાની ફરિયાદ નોધાઇ છે. તો બીજી એક ફરિયાદ મોરબી તાલુકા પોલીસ મથકમાં આવતા જાંબુડિયા ગામ નજીક આવેલ દિનેશભાઈ સાલાણીના ઘર બહારથી નાનુંભાઈ ચોડાભાઈ ધામેચા નામના યુવકનું જીજે 36 એમ 8259 નંબરનું બાઈક ચોરી થયાની ફરિયાદ નોધાઇ છે. મોરબીના અન્ય પોલીસ મથકમાં પણ આગામી દિવસમાં અન્ય પોલીસ મથકમાં પણ બાઈક ચોરીની ફરિયાદ નોધાઇ શકે છે

