રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી પહેલા જ કોંગ્રેસ એક્શનમાં આવી છે. રાજકોટ શહેર કોંગ્રેસના સંગઠન રચનામાં પણ મોટાપાયે ફેરફાર થઈ રહ્યાં છે. ત્યારે પૂર્વ ધારાસભ્ય ઈન્દ્રનીલ રાજ્યગુરુ એક્શન મોડમાં આવી ગયા છે. તેમજ ચૂંટણીના કારણે સક્રિયા થયા હોવાની તેમજ પ્રદેશ કોંગ્રેસ જે જવાબદારી સોંપશે તે શિરોમાન્ય રહેશે તેવું નિવેદન આપતા રાજકીય ભૂકંપ આવ્યો છે.

રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી પહેલા જ પ્રદેશ કોંગ્રેસ દ્વારા વિવિધ શહેરોના સંગઠનના માળખામાં મોટાપાયા ઉપર ફેરફાર કરવામાં આવી રહ્યાં છે. તો રાજકોટ શહેર કોંગ્રેસની કમાન ફરી પૂર્વ ધારાસભ્ય ઈન્દ્રનીલ રાજ્યગુરુને સોંપાય તેવી શક્યતાઓની વચ્ચે તે ફરીથી રાજકારણમાં સક્રીય થયા છે. પૂર્વ ધારાસભ્ય ઈન્દ્રનીલ રાજ્યગુરુએ જણાવ્યું છે કે, રઘુ શર્મા સાથેની બેઠક ઔપચારિક હતી. શહેરના પ્રતિનિધિત્વ માટે કોઈ ચર્ચા કરાઈ નથી. પક્ષમાં કોઈ પણ પ્રકારનો જૂથવાદ નથી.

પ્રદેશના નવા કોંગ્રેસ પ્રમુખ અંગે તેમણે જણાવ્યું છે કે, કોંગ્રેસને મજબુત આગેવાન મળ્યાં છે. તો ધંધૂકામાં કિશન ભરવાડ નામના યુવાનની હત્યા મુદ્દે પ્રતિક્રિયા આપતા તેમણે જણાવ્યું હતું કે, ભાજપ દ્વારા કિશન ભરવાડની હત્યાને રાજકીય રંગ અપાઈ રહ્યો છે. જે નીમ્ન સ્તરની રાજનીતિ દર્શાવે છે.

