HomeGujaratસિટી બસે રિક્ષાને ટક્કર મારી, રિક્ષામાં બેઠેલી ગર્ભવતીને ઈજા

સિટી બસે રિક્ષાને ટક્કર મારી, રિક્ષામાં બેઠેલી ગર્ભવતીને ઈજા

રાજકોટ સિટીમાં ફરી એકવખત સિટી બસ વિવાદમાં આવી છે. અગાઉ પણ સ્ટોપેજ અને અકસ્માતને કારણે સિટી બસને લઈ મસમોટા વિવાદ થયેલા છે. ગુરૂવારે ત્રિકોણ બાગ પાસે બસે એક રિક્ષાને ટક્કર મારી હતી. જેના કારણે રિક્ષામાં અંદર બેઠેલી ગર્ભવતીની ગંભીર ઈજા થઈ હતી. આ ઘટના બાદ રિક્ષાચાલકે બસ ડ્રાઈવરને અટકાવી, નીચે ઊતારી પ્લાસ્ટિકની પાઈપથી ફટકાર્યો હતો. લોકોનું ટોળું ભેગું થઈ જતા એવી ચર્ચા થવા લાગી કે, મહિલાના ગર્ભમાં રહેલા બાળકને કંઈ થાત તો?

સિટી બસ રિક્ષા સાથે અથડાતા રિક્ષાને ભારે નુકસાન થયું છે. સ્થાનિકોએ જણાવ્યું કે, રિક્ષાને ટક્કર લાગતા જ ગર્ભવતી મહિલા ત્યાં નીચે બેસી ગઈ હતી. એના બંને પગમાં ઈજા પહોંચી છે. મહાનગર પાલિકાની સિટી બસના ડ્રાઈવરો મનફાવે એવી રીતે બસ ચલાવે છે. આ પહેલા માલવીયા ચોકમાં પણ બસ ડ્રાઈવરે એક વૃદ્ધને અડફેટે લીધા હતા. આવા ડ્રાઈવર સામે કેવા પગલાલં લેવાવા જોઈએ એ ચર્ચા રાજકોટમાં થઈ રહી છે. એવામાં પાછું ડ્રાઈવર એવું કહે છે કે, અમારૂ કોઈ કંઈ તોડી નહીં લે. સ્થાનિકે ઉમેર્યું કે, ગરીબ વર્ગ દરરોજની મજૂરી કરીને ગુજરાન ચલાવે છે. આ ગર્ભવતી મહિલાનો પતિ મજૂરી કરીને ઘર ચલાવે છે. રસ્તે જતા સામાન્ય લોકોની જવાબદારી કોની? સરકાર માત્ર વાતો કરી જાય છે. આ મહિલાના ગર્ભમાં રહેલા બાળને કંઈ થાત તો જવાબદારી કોની? કાલ સવારે એ મરી જશે તો જવાબદારી કોણ લેશે? ભાજપ, કોંગ્રેસ કે આમ આદમી પાર્ટી એની જવાબદારી નહીં લે. જોકે, આ કેસમાં સાંજ સુધી કોઈ પોલીસ ફરિયાદ થઈ ન હતી. પોલીસ સુત્રોમાંથી જાણવા મળ્યું હતું કે, આ ઘટના બની હતી. પણ કોઈ ફરિયાદ થઈ નથી. કારણ કે, ઘટના સ્થળે જ ભારે બોલાચાલી અને માથાકુટ બાદ બંને પક્ષો વચ્ચે સમાધાન થઈ ગયું હતું. પોલીસને ફરિયાદ થશે તો કાર્યવાહી કરાશે.

આ પહેલા માલવીયા ચોક વિસ્તારમાં પણ સવારે 11 વાગ્યા આસપાસ રસ્તો ક્રોસ કરતા બાઈક ચાલકને બસે અડફેટે લીધો હતો. એ સમયે પણ ભારે બોલાચાલી થઈ હતી. બસ ડ્રાઈવરે રસ્તા વચ્ચે બસ ઊભી રાઈને રસ્તા પર ટ્રાફિક જામ કરી દીધો હતો. જોકે, બસ ડ્રાઈવર વિજય કાપડીએ બાઈક ચાલક વૃદ્ધા પર ગાળો ભાંડી ફાડાકા વાળી કરી હતી. જાહેરમાં ખોટો રોફ જમાવ્યો હતો. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં પણ વાયરલ થયો હતો. એ ડિવિઝન પોલીસ વચ્ચે પડતા મામલો થાળે પડ્યો. વિજય કાપડીને ત્યાં જ પોલીસે પકડી પાડી ધરપકડ કરી હતી. આ મામલે ગુનો નોંધીને તપાસ શરૂ કરી દેવામાં આવી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,290SubscribersSubscribe

TRENDING NOW