જ્યારથી અલ્લુ અર્જુન અને રશ્મિકા મંદાના સ્ટારર ફિલ્મ ‘પુષ્પાઃ ધ રાઇઝ’ દેશમાં રીલિઝ થઈ છે ત્યારથી તેના ગીતો, ડાન્સ અને ડાયલોગ્સે સોશિયલ મીડિયામાં દરેકને ઘેલું લગાડ્યું છે. લગભગ દરેકની જીભ પર ‘પુષ્પા’નો ડાયલોગ છે. પુષ્પાની ખુશીથી દરેક વ્યક્તિ પ્રભાવિત છે. હવે એના ડાયલોગ્સની અસર લગ્ન સીઝનમાં પણ જોવા મળી રહી છે. જ્યાં એક વરરાજાએ દુલ્હનને કહી દીધું કે, અપુન ઝુંકેગા નહીં.. અલ્લુ અર્જુનના ડાન્સ સ્ટેપ્સ પર ઈન્સ્ટાગ્રામ પર રીલ્સની સુનામી આવી છે.
દરમિયાન સ્ટેજ પર હાર પહેરાવવાના સમયે એક વરરાજાને ‘પુષ્પા ફિલ્મ ફીવર’ જોવા મળ્યો. વાસ્તવમાં, જ્યારે દુલ્હન સ્ટેજ પર તેના વરને હાર રેડી રહી હતી, ત્યારે વરરાજાએ તેને વરમાળા પહેરવાની ના પાડી દીધી અને કહ્યું કે ‘અપુન ઝુકેગા નહીં’. વરરાજાનું આ વલણ જોઈને દુલ્હનની સાથે સાથે ત્યાં હાજર લોકો પણ આશ્ચર્યચકિત થઈ ગયા. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે સ્ટેજ પર વરમાળાનો કાર્યક્રમ ચાલી રહ્યો છે. આ દરમિયાન, વર-કન્યા હાથમાં માળા લઈને સ્ટેજ પર ઉભા છે. વર-કન્યા પક્ષના લોકો પણ દુલ્હન વરમાળા પહેરાવે એની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. તે જ સમયે, કન્યા આગળ વધે છે અને વરરાજાના ગળામાં હાર પહેરાવવા પ્રયાસ કરે છે. પછી વરરાજા માથું ઊંચુ કરી કહે છે. ‘અપુન ઝુકેગા નહી’. વીડિયોમાં જોઈ શકાય છે કે વરરાજા પણ પોતાના હાથથી અલ્લુ અર્જુનની એક્ટિંગ કરે છે. આ જોઈને કન્યા આશ્ચર્યચકિત થઈ ગઈ. આ પછી, કન્યા ફરી એક વાર આગળ વધે છે અને વરરાજાના ગળામાં હાર પહેરાવવા પ્રયાસ કરે છે. જો કે, આ વખતે પણ વરરાજા હાર પહેરતો નથી. ફરીથી એ જ ડાયલોગ મારે છે. આ જોઈને કન્યા પણ હસી પડી.

