અમદાવાદમાં કોંગ્રેસમાં મહિલા કાઉન્સિલર તરફથી કાળા જાદુ કરવાનો મામલો ટોક ઓફ ધ ટાઉન બની ગયો છે. જેમા હવે પ્રદેશ કોંગ્રેસ તરફથી એની ગંભીર નોંધ લેવામાં આવી છે. મહિલા કાઉન્સિલર જમનાબેન વેગડાની એક ઓડિયો ક્લિપ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે. જેમા તેઓ કાલા જાદુ કરવાની વાત કરી રહ્યા છે. જેથી આ મામલે હવે રાજકારણમાં પણ ગરમાઈ રહ્યું છે.
સોશિયલ મીડિયા પર જે ઓડિયો વાયરલ થયો છે તેમા કાલા જાદુનો ઉલ્લેખ જોવા મળી રહ્યો છે. આ મામલે જો જમનાબેન વેગડા જો દોષિત સાબિત થશે તો કાર્યવાહી કરવામાં આવશે. સમગ્ર મામલે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ તરફથી આખા કેસની તપાસના આદેશ આપવામાં આવ્યા છે. જેમા તપાસમાં જો મહિલા કાઉન્સિલર દોષી સાબિત થશે તો પાર્ટીમાંથી તેમને સસ્પેન્ડ કરવા સુધીની કાર્યવાહી કરવામાં આવી શકે છે. જે ઓડિયો ક્લીપ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે તેમા MLA શૈલેષ પરમાર સામે પણ તાંત્રિક વિધી કરવાનું ષડયંત્ર થવાની વાત સામે આવી છે. જેથી હવે આ સમગ્ર મામલે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ તરફથી જમનાબેન સામે તપાસના આદેશ કરાયા છે. પક્ષ તરફથી કહેવામાં આવ્યું છે કે તેઓ આ પ્રકારની ઘટના ક્યારેય નહી ચલાવે લે. પાર્ટીમાંથી તેમને સસ્પેન્ડ કરવના સુધીની કાર્યવાહી પણ થઈ શકે છે. વિપક્ષના નેતા શહેઝાદખાન અને કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમાર પર તાંત્રિક વિધિ કરવા ઓડિયો વાઇરલ થઈ છે. કોંગ્રેસ પક્ષ દ્વારા કોર્પોરેટર જમના વેગડાને નોટિસ આપી સમગ્ર મામલે ખુલાસો પણ માંગવામાં આવશે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કોંગ્રેસ પક્ષના 10 જેટલા કાઉન્સિલરોએ આજે કોંગ્રેસ ભવન ખાતે પ્રદેશ અધ્યક્ષ જગદીશ ઠાકોરને મળીને રાજીનામા આપી દીધા હતા. પાર્ટી દ્વારા શહેજાદ ખાન પઠાણને વિપક્ષના નેતા તરીકે પહેલા એક વર્ષ માટે બનાવવાનો નિર્ણય લીધો હોવા સાથે 10 કાઉન્સિલરોનો વિરોધનો સૂર ઉઠ્યો હતો. જોકે, અમદાવાદ કોર્પોરેશનમાં જ્યારથી વિપક્ષના નેતાનો મુદ્દો ઊઠ્યો છે ત્યારથી રાજકારણ ગરમાયું છે.

