મોરબી તાલુકાના રંગપર (બેલા) ગામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની આવશ્યકતાને ધ્યાને લઈ પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ સરકારમાંથી મંજુર કરાવવામાં ખૂબ જહેમત ઉઠાવી હતી.જેનું લોકાર્પણ થઈ ગયું હતું.

પરંતુ કેન્દ્રમાં હજુ કાર્યરત થયું નહોતું.આજે તા. 3ને બુધવારના રોજ દિવસે કાંતિભાઈ અમૃતિયાની ઉપસ્થિતીમાં અને તેમના વરદ હસ્તે પારંપારિક વેદિક યજ્ઞ કરી આ કેન્દ્રનો વિધિવત પ્રારંભ કરાયો હતો.આ તકે પૂર્વ સરપંચ મહેન્દ્રસિંહ ઝાલા, મોરબી તાલુકા ભાજપ મહામંત્રી બચુભા રાણા, અગ્રણી ડાયાભાઈ વડસોલા ઉપરાંત સંખ્યાબંધ મહાનુભાવો તથા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. યજ્ઞ-હવનના સમાપન બાદ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું.

