મોરબી એલસીબીની ટીમ નાઇટ પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન પો.હેડ.કોન્સ ચંદુભાઇ કાણોતરા તથા પો.કોન્સ. દશરથસિંહ પરમારને બાતમી મળી હતી કે વાવડીરોડ સુમતીનાથ સોસાયટી પાસે રોડ ઉપર એક GJ-06-EH-5969 નમ્બરની ઇનોવા કારમાં વિદેશી દારૂની હેરાફેરી થઈ રહી છે. બાતમી આધારે પોલીસે વોચ ગોઠવી હતી અને દારૂ સગેવગે કરવા જેવા આરોપીઓ એકઠા થયા કે તુરત જ રાજસ્થાનના બાડમેર જિલ્લામના જમારામ જેઠારામ પ્રજાપતિ, ઠાકરારામ ભેરારામજી પ્રજાપતિ, તેમજ મોરબીના સેન્ટમેરી સ્કૂલના પાછળ ના ભાગે રહેતા સાગરભાઇ કાંતિભાઇ પલલુ ,નાની વાવડીના રવિભાઇ જિતેન્દ્રભાઇ પાલાને ઝડપી લીધા હતા અને તેમની પાસેથી ભારતીય બનાવટનો 1,44,000ની કિંમતના 384 બોટલ, તથા 20,000ની કિંમતના 4 મોબાઇલ ફોન તથા 5,00,000ની ઇનોવા કાર મળી કુલ રૂ.6,64,000 ના મુદામાલ સાથે વિદેશીદારૂની જથ્થો આપનાર તથા લેનાર એમ કુલ ચાર ઇસમોને પકડી પાડી કુલ પાંચ આરોપીઓ વિરૂધ્ધ મોરબી સીટી-એ ડીવીજન પોલીસ સ્ટેશનમાં ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

