HomeGujaratમોરબીના અણીયારી ચોકડી પાસે દુકાનના તાળા તૂટવાની ઘટનામાં સગીર સહીત 4 ના...

મોરબીના અણીયારી ચોકડી પાસે દુકાનના તાળા તૂટવાની ઘટનામાં સગીર સહીત 4 ના પોલીસને ઝપટમાં ,2 ની ધરપકડ

મોરબી તાલુકાના અણીયારી ચોકડીએ આવેલ મોબાઇલ ફોનની દુકાનમાં પાચ દિવસ પહેલા મોડી રાતના સમયે તસ્કરો ત્રાટક્યા હતા અને જેમાં 9 મોબાઈલ લેપટોપ સહિતના સામાનની ચોરી થઇ હતી.અને આ ચોરી થયેલા મોબાઇલ ફોન લેપટોપ ચાર ઇસમો વેચવા નીકળેલ હોય જેઓ પીપળી જી.ઇ.બી. નાક હોવાની એલ.સી.બી સ્ટાફના માણસોને બાતમી મળી હતી જેના આધારે એલસીબીની ટીમ તપાસ માટે જેતપર- પીપળી ગામની સીમ રોડ ઉપર વોચમાં હતા. દરમ્યાન સમીર ઉર્ફે સુમર તેરસંગભાઈ અજ્નાર તેમજ મુકેશ હેમસંગભાઈ ભુરીયા તેમજ બે સગીર પ્લાસ્ટીકની થેલી સાથે શંકાસ્પદ હાલતમાં જોવામાં આવતા જેઓને રોકી તેઓની જરૂરી પૂછપરછ કરી તેઓની પાસે રહેલ થેલીમાં તપાસ કરતા તેમાથી અલગ અલગ કંપનીના કુલ મોબાઇલ ફોન નંગ-09 તથા એક લીનોવા કંપનીનું લેપટોપ મળી આવતા જેઓનો મોબાઇલ ફોન, લેપટોપ બાબતે સઘન પુછપરછ કરતા આ મોબાઇલ તથા લેપટોપ તેઓએ આજથી આદરે દશેક દિવસ પહેલા અણીયારી ચોકડીએ આવેલ એક મોબાઇલ ફોનની દુકાનના રાત્રીના સમયે શટર ઉંચા કરી દુકાન માંથી ચોરી કરેલ હોવાનું જણાવતા હોય જેથી પકડાયેલ ચારેય ઇસમો પાસેથી ઉપરોક્ત ચોરીમાં મળેલ મોબાકીન તથા લીનોવા કંપનીનું લેપટોપ 35 000 /- નો મુદામાલ ચોરી કે છળ કપટથી મેળવેલ હોય જે કબજે કરી પકડાયેલ 4 શખ્સ પૈકી પૈકી સગીર વયના હોવાથી તેમની ધરપકડ કરવાના બદલે તપાસના કામે જરૂર પડ્યે હાજર રાખવા તેઓના વાલી વારસને પરત સોંપવામાં આવ્યા છે બે ઇસમો તથા મળી આવેલ મુદામાલ જપ્ત કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,670SubscribersSubscribe

TRENDING NOW