HomeGujaratMahindra Electricની e-Sedan જોઈ તમે? જાણો ફીચર્સ અને કિંમત

Mahindra Electricની e-Sedan જોઈ તમે? જાણો ફીચર્સ અને કિંમત

જો નવી ઈલેક્ટ્રિક કાર (ઈ-કાર) લેવા જઈ રહ્યા છો, તો મહિન્દ્રા ઈલેક્ટ્રિકની ઈ-વેરિટો પણ એક સારો ઓપ્શન બન શકે છે. આ વ્હીકલ લગભગ છ વર્ષથી બજારમાં છે, પરંતુ પેટ્રોલ અને ડીઝલની વધતી કિંમતો વચ્ચે, લોકોના ઈ-વાહનો તરફ વધતા જતા વલણની વચ્ચે આ કાર વધુ સુસંગત બને છે. કંપનીનો દાવો છે કે આ દેશની પહેલી ઇલેક્ટ્રિક સેડાન સેગમેન્ટની ઈ-કાર છે. તેમજ તે સાયલન્ટ અને સરળ ઈ વ્હીકલ છે.

કારમાં ઈલેક્ટ્રો-હાઈડ્રોલિક સ્ટીયરિંગ આપવામાં આવ્યું છે. કારમાં ફોરવર્ડ/બૂસ્ટ મોડ પણ મળે છે, જે વધારાના પાવરના કિસ્સામાં કામમાં આવે છે. એટલું જ નહીં, તેમાં એક અનોખી વિશેષતા પણ છે, જેનું નામ છે – હિલ હોલ્ડ કંટ્રોલ. આ કારને ઢાળ પર પાછળની તરફ જતી અટકાવે છે. e-Verito હાલમાં બે વેરિયન્ટમાં આવે છે, એક D2 જ્યારે બીજું D6 છે. આ બંને વેરિઅન્ટ 181 કિમીની રેન્જ આપી શકે છે (MIDC દ્વારા પ્રમાણિત). ખાસ વાત એ છે કે આ કારને ઘરે બેઠા સરળતાથી ચાર્જ કરી શકો છો. જેમ કે મોબાઇલ ફોનને સામાન્ય સોકેટમાં પ્લગ કરીને ચાર્જ કરો છો એ રીતે. તેને 16 amp પ્લગ પોઈન્ટમાં પ્લગ કરીને ચાર્જ કરી શકાય છે. કંપનીનું કહેવું છે કે સાડા આઠ કલાકમાં આ રીતે 100% કાર ચાર્જ થઈ શકે છે. જ્યારે તે ફાસ્ટ ચાર્જ પણ થઈ શકે છે. જો કે આ કામ માત્ર ફાસ્ટ ચાર્જિંગ સ્ટેશન પર જ શક્ય છે, પરંતુ આ ફીચર દ્વારા માત્ર 80 મિનિટમાં 0-80% બેટરી ચાર્જ થઈ શકે છે. કંપનીના આ મોડલના બંને વેરિયન્ટ પણ વોરંટી હેઠળ આવે છે. તે બેટરી સંચાલિત ઈ-વાહન હોવાથી, તેમાં ટેલપાઈપ્સ નથી. તે સંપૂર્ણપણે ઉત્સર્જન મુક્ત છે.

મહિન્દ્રા ઈલેક્ટ્રિક ઓટો ઉત્પાદકના જણાવ્યા અનુસાર આ વાહન પર મેન્ટેનન્સનો ખર્ચ ન્યૂનતમ છે. e-Verito માત્ર રૂ. 1.15 પ્રતિ કિમીના ખર્ચે લગભગ તમામ અન્ય કારોને માત આપી શકે છે. આ ખર્ચની ગણતરી આ આંકડાઓ સાથે કરવામાં આવે છે: 18 યુનિટ વીજળીનો વપરાશ થાય છે રૂ. 7 પ્રતિ યુનિટ. આ કાર બે કલર વેરિયન્ટમાં આવે છે, DSAT સિલ્વર અને ડાયમંડ વ્હાઇટ. સબસિડી પછી આ વાહનની એક્સ-શોરૂમ કિંમત રૂ.9 લાખ 12 હજારથી શરૂ થઈને રૂ.9 લાખ 46 હજાર સુધીની થાય છે. છેલ્લા ત્રણ વર્ષથી માત્ર મહિન્દ્રા જ નહીં ઘણી ઓટો કંપનીઓ ઈ વ્હીકલ્સ બાજુ વળી ગઈ છે. ખાસ કરીને દિલ્હી અને ચેન્નઈ જેવા મહાનગરમાં આ માટેના ચાર્જિંગ પોઈન્ટ તૈયાર કરાયા છે. પણ બીજા મહાનગરમાં આ અંગે હજું પહેલો તબક્કો હોવાથી માગની સામે જોઈએ એટલું ખાસ વેચાણ નથી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,320SubscribersSubscribe

TRENDING NOW