અમદાવાદ જિલ્લાના ધંધુકામાં સોશીયલ મીડિયામાં યુવકની ફાયરીંગ કરી હત્યા કરાઈ હતી આ ઘટના હાલ રાજ્યભરમાં ચકચાર જગાવી છે. આ પ્રકરણમાં રાજ્યભરમાં પોલીસ એલર્ટ કરી દેવાઈ છે અને આ કેસ સાથે ઝડપાયેલ શખ્સની શોધખોળ કરવમાં આવી રહી છે ત્યારે આ હત્યા પ્રકરણનો છેડો મોરબી સુધી લંબાયો છે.આ ઘટનામાં પોલીસે રાજકોટના અજીમ બચા સમા ઝડપી લીધો હતો.બીજી તરફ આરોપીનો ભાઈ વસીમ બસીર સમાં તેમજ ઇકબાલ નામના શખ્સને મોરબી પોલીસ ટ્રકભાડે લીધા બાદ ભાડું ન ચુકવવા મુદે અટકાયત કરી હતી જે અંગેની જાણ અમદાવાદ ક્રાઈમ બ્રાંચને થતા અમદાવાદ ક્રાઈમ બ્રાંચ મોરબી આવી પહોચી હતી અને વસીમ બસીર સમાની આ કેસમાં કોઈ રોલ છે કે કેમ તે અંગે તપાસ કરવા અમદાવાદ સાથે લઇ ગઈ હતી તો ઇકબાલ નામના શખ્સ હાલ મોરબી પોલીસની કસ્ટડીમાં હોવાનું સામે આવ્યું છે
રાજ્યભર ચકચાર જગાવનાર કિશન ભરવાડ હત્યા પ્રકરણમાં અગાઉ સ્થાનીક પોલીસે મોલવી તેમજ હત્યા કરનાર 2 આરોપીને ઝડપી લીધા હતા ઠેર વિરોધના સુર ઉઠી રહ્યા છે ત્યારે આ હત્યાનો છેડો મોરબી સુધી પહોચતા આગામી દિવસમાં નવા રાજ ખુલે તેવી સંભાવના સેવાઈ રહી છે.

