HomeGujaratત્યાં પૌત્રના ફેરા પૂરા થયા અહીં બાએ શ્વાસ પૂરા કર્યા,મોતને પણ બ્રેક...

ત્યાં પૌત્રના ફેરા પૂરા થયા અહીં બાએ શ્વાસ પૂરા કર્યા,મોતને પણ બ્રેક મરાવી દીધી

ધોરાજી પાસેના સુપેડી ગામમાં રહેતા 90 વર્ષના જીવતીમા જાણે પોતાના પૌત્રના લગ્ન માટે જ જીવતા હોય એવો કિસ્સો સામે આવ્યો છે. પોતાના લાડકવાયા પૌત્રના લગ્ન નિહાળવાના અભરખા સાથે આંગણે આવેલા મોતને થોડી કલાકો થોભાવી દીધું હતું. કારણ કે જેવા ફેરા પૂરા થયા બા એ તરત વિદાય લીધી. પૌત્રના ચાર ફેરા પૂર્ણ થયાનો વીડિયો જોયા બાદ જીવતીમાએ અનંતની વાટ પકડી હતી. આથી પરિવારમાં ખુશી તો હતી પણ દુઃખ પણ બા ગયાનું હતું.

ધોરાજી પાસેના સુપેડીમાં રહેતા નિવૃત્ત શિક્ષક ભીખુભાઇ મકવાણાના કેમિકલ એન્જિનીયર પુત્ર પાર્થના લગ્ન ઉના રહેતા રસિકભાઈ કામલીયાની પુત્રી સાથે નક્કી થયા હતા. ભીખુભાઇના વૃધ્ધ માતા જીવતીમા છેલ્લા થોડા સમયથી બિમાર અવસ્થામાં હતા. પણ લાડથી ઉછેરેલા પૌત્ર પાર્થના લગ્ન જોવાની જીવતીમાને તીવ્ર ઈચ્છા હતી. જાણે આ માટે જ તેઓ જીવતા હોય એવું લાગતું હતું. પોતે જીવતા જીવ પૌત્રના લગ્નનો લહાવો ઇચ્છતા હતા. પરિવારે પણ જીવતીમાની લાગણી અને નાંદુરસ્ત પરિસ્થિતિ જોઈ પાર્થના ઘડીયા લગ્ન લીધા હતા. એકબાજુ જીવતીમા જીવનના છેલ્લા શ્વાસ ગણી રહ્યા હતા. જીવન અને મૃત્યુ વચ્ચેનુ અંતર ટૂંકુ હતું. જીવતીમાની હાજરી વચ્ચે ગત તા.22 જાન્યુઆરીના રાત્રે પીઠી, દાંડીયાની વિધિ રંગેચંગે પૂરી કરી પાર્થની જાન રાત્રિના એક વાગ્યે ઉના જવા નીકળી. જાન સુપેડી સવારે સાડા છ કલાકે પહોંચી અને સાડા અગિયારે લગ્નના ફેરા શરુ થયા. જીવતીમા જાનમાં બિમારી અને અવસ્થાની અશક્તિથી જઇ શક્યા ન હતા. પણ પૌત્રના લગ્નને જાણે મનભરી માણવા હોય તેમ સુપેડી ઘરે બેઠા વીડિયો કોલથી હરખાતા હૈયે લગ્નને માણ્યા હતા.

પૌત્રના લગ્નને મનભરીને માણ્યા બાદ જાન સુપેડી પહોંચે તે પહેલા જ જાણે મનોકામના પૂરી થયાના આત્મસંતોષ સાથે જીવતીમાએ અંતિમ શ્વાસ લીધા અને અનંતની વાટ પકડી લીધી. સાંજે સાડાચારે અનંતની વાટ પકડી હતી. પરમાત્મામાં વિલીન થયેલા તેમના દેહ પર જાણે સંતોષનું સ્મિત ચમકતું હતું. ભીખુભાઇના પત્નિનો વર્ષ 2000મા દેહાંત થયા બાદ ભીખુભાઇ તથા દાદી જીવતીમાએ પાર્થ સહિત નાના ભાઇ ધ્રુવનો વ્હાલભર્યો ઉછેર કર્યો હતો. જીવતીમા અને ભીખુભાઇએ જીવનમા ઘણો સંઘર્ષ કરી બંને બાળકોને શિક્ષણ અને સંસ્કારનું સિંચન કર્યુ હતું.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,570SubscribersSubscribe

TRENDING NOW